Home> Entertainment
Advertisement
Prev
Next

Trailer Launch: સિંહાસન માટે ફરી થશે મહાયુદ્ધ, Ponniyin Selvan 2નું ટ્રેલર થયું રીલીઝ

Ponniyin Selvan 2 Release Date: મણિ રત્નમની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'Ponniyin Selvan'ની સિક્વલનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. Ponniyin Selvan 2માં ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતા જોવા મળી રહી છે.

Trailer Launch: સિંહાસન માટે ફરી થશે મહાયુદ્ધ, Ponniyin Selvan 2નું ટ્રેલર થયું રીલીઝ

Ponniyin Selvan 2 Trailer: સાઉથ સિનેમાની બ્લોકબસ્ટર 'Ponniyin Selvan'ની સિક્વલનું ટ્રેલર રીલીઝ થઈ ગયું છે.  'પોનીયિન સેલવાન 2'ના ટ્રેલરમાં રાજપાઠ અને સિંહાસનની લડાઈની ભવ્યતા સ્પષ્ટપણે દેખાય છે તેમાં સોને પે સુહાગા ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાએ તો કમાલ કરી નાખ્યુ છે. ફેન્સ આ ટ્રેલર ખુબ પસંદ કરી રહ્યા છે. મણિરત્નમની ભવ્ય ફિલ્મ પોનીયિન સેલવાન 2 નું ટ્રેલર જોયા બાદ ચાહકો ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.

fallbacks

Ponniyin Selvan 2નું ભવ્ય ટ્રેલર લોન્ચ હાલમાં ચેન્નાઈમાં થયું હતું અને ઐશ્વર્યા રાય બચ્ચન, ત્રિશા કૃષ્ણન, જયમ રવિ અને શોભિતા ધુલીપાલા સહિતના સ્ટાર્સ સાથે જોવા મળ્યા હતા. નંદિનીની ભૂમિકા ભજવતી ઐશ્વર્યાએ ગુલાબી ડ્રેસમાં રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. લાઇકા પ્રોડક્શનના ઓફિશિયલ પેજએ ટ્વિટર પર અભિનેત્રીનો વીડિયો શેર કર્યો છે જેમાં તે સ્ટાઇલમાં પોઝ આપતી જોવા મળી રહી છે. 

આ પણ વાંચો:
ગુજરાત હાઈકોર્ટને મળ્યા બે નવા જજ: કુલ સંખ્યા 31 પર પહોંચી,જુઓ કોના નામોની થઈ પસંદગી
આ હકીકત જાણી લેજો! કેરીના રસિયાઓ…વાટે રેજો, આ વર્ષે ક્યારે અને શું ભાવે મળશે કેરી?
ધર્મ અને રાજનીતિ જ્યાં સુધી અલગ નહીં થાય, હેટ સ્પીચ ખતમ નહીં થાયઃ સુપ્રીમ

સિંહાસન માટે યુદ્ધ
'પોનીયિન સેલ્વન 2'માં ચોલા સામ્રાજ્યનો અંત લાવવાની નંદિનીની પ્રતિજ્ઞા અને કહાનીમાં સિંહાસનને લઈને ચાલી રહેલી રાજનીતિને જોતા કહી શકાય કે આ વખતે પોનીયિન સેલવાનમાં વિશ્વયુદ્ધ ચરમસીમાએ પહોંચશે. પીએસ 1 માં ચોલ શાસકોની કહાની બતાવવામાં આવી હતી. હવે ટ્રેલર જોતા એવું લાગે છે કે આ ભાગમાં ચોલ શાસકો વચ્ચેનું મહાયુદ્ધ જોવા મળશે.

PS2 ક્યારે રિલીઝ થશે?
ઐશ્વર્યા રાય બચ્ચન, ચિયાન વિક્રમ, જયમ રવિ અને ત્રિશા કૃષ્ણન જેવા ઘણા સ્ટાર્સ ફિલ્મ પોન્નીન સેલ્વન 2 ટ્રેલરમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન મણિરત્નમે કર્યું છે અને સંગીત એઆર રહેમાને આપ્યું છે. તમને જણાવી દઈએ કે, મણિરત્નમ દ્વારા નિર્દેશિત પોનીયિન સેલ્વન 30 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી, હવે મણિ રત્નમ ફરી એક વાર પોનીયિન સેલવાનની સિક્વલ સાથે વાપસી કરી રહ્યા છે, તો જોવાનું એ રહેશે કે તે કેટલી શાનદાર છે. Ponniyin Selvan 2 એટલે કે PS2 28 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો:
કર્ણાટકમાં કઇ પાર્ટીને મળશે કેટલી સીટો? Zee News ના ઓપિનિયન પોલે ચોંકાવ્યા
World Cup 2023: ભારતમાં નહીં પરંતુ બાંગ્લાદેશમાં વિશ્વકપની મેચ રમી શકે છે પાકિસ્તાન
જાણો બ્લેક કોફીનો સૌથી મોટો અને બેસ્ટ ફાયદો, આ રોગ થવાની ઘટે છે શક્યતા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More