Home> Entertainment
Advertisement
Prev
Next

એશ્વર્યા રાયે અભિષેક બચ્ચનને ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા

એશ્વર્યા રાય બચ્ચને અભિષેક બચ્ચનને ઇંસ્ટા પર બર્થડે વિશ કર્યો. અભિનેત્રીએ બે તસ્વીર શેર કરી છે. એક અભિષેકના બાળકણની છે, તો બીજી તસ્વીરમાં કપલ સાથે જોવા મળી રહ્યું છે. 
 

એશ્વર્યા રાયે અભિષેક બચ્ચનને ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા

નવી દિલ્હીઃ આજે અભિષક બચ્ચન પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. જૂનિયર બચ્ચનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના લોકો અને ફેન્સ જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યાં છે. પત્ની એશ્વર્યા રાય બચ્ચને પણ તેને ઇંસ્ટા પર બર્થડે વિશ કર્યો છે. પતિ સાથે ફોટોની સાથે ઐશ્વર્યાએ કેપ્શનમાં લખ્યું- હંમેશા માઈ બેબી હેપ્પી બર્થ ડે બેબી.. અભિનેત્રીએ બે તસ્વીરો શેર કરી છે. એક અભિષેક બચ્ચનના બાળપણનો છે, તો બજા ફોટોમાં કપલ સાથે જોવા મળી રહ્યું છે. 

fallbacks

મહત્વનું છે કે, એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન મોસ્ટ પોપ્યુલર કપલ છે. જેણે 20 એપ્રિલ 2007માં લગ્ન કર્યા હતા. ફિલ્મ ગુરૂના શૂટિંગ વચ્ચે બંન્ને વચ્ચે પ્રેમ થયો હતો. તેમને એક પુત્રી આરાધ્યા બચ્ચન છે. એશ્વર્યા રાયે ગત વર્ષે ઇંસ્ટાગ્રામ પર પર્દાપણ કર્યું હતું. તેની પ્રોફાઇલ પર તે પતિ અને પુત્રી સાથે તસ્વીરો શેર કરતી રહે છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

🥰always...My Baby😘HAPPY HAPPY BIRTHDAY BAAABYYY💖✨🤗💝⭐️

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

તો અભિનેતાની બહેન શ્વેતા બચ્ચન નંદાએ અભિષેકની સાથે બાળપણનો ફોટો શેર કરીને જન્મદિવસની શુભેચ્છા આપી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Love you beyond words and reason ♥️

A post shared by S (@shwetabachchan) on

ગત દિવસોમાં કોફી વિથ કરણમાં અભિષેક બચ્ચને ખુલાસો કર્યો હતો કે તે માતા અને પત્નીમાં સૌથી વધુ કોનાથી ડરે છે. અભિષેકે કહ્યું, હું મારી માતાથી વધુ ડરુ છું. ત્યારે તેમની બહેન શ્વેતાએ કહ્યું કે, વાસ્તવમાં તે પત્નીથી વધુ ડરે છે. 

 

અભિષેકની છેલ્લી ફિલ્મ મનમર્જિયા હતી. તેમાં તેની સાથે તાપસી પન્નૂ અને વિક્કી કૌશલ હતા. તો એશ્વર્યાએ ગત વર્ષે ફિલ્મ ફન્ને ખાં કરી હતી. આ કપલ લાંબા સમય બાદ ફિલ્મ ગુલાબ જાંબુમાં સામે કામ કરવાના હતા, પરંતુ તાજા રિપોર્ટ અનુસાર હવે આ ફિલ્મ વિશે નક્કી નથી. સૂત્રો પ્રમાણે એશ્વર્યા અને અભિષેકે ફિલ્મ ન કરવાનો નિર્ણય લીધો છે. તેમનું માનવું છે કે બંન્ને ફરી પડદા પર લવર્સની ભૂમિકા નિભાવશે તો તે દર્શકોને પસંદ આવશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More