Home> Entertainment
Advertisement
Prev
Next

Aardhya Bachchan: છૂટાછેડાની ચર્ચા વચ્ચે ઐશ્વર્યા રાયની પોસ્ટ વાયરલ, ફેમિલી ફોટોમાંથી બચ્ચન પરિવાર ગાયબ

Aishwarya Rai: છેલ્લા કેટલાક સમયથી એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ના લગ્ન જીવનને લઈને અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. બંને વચ્ચે બધું બરાબર નથી તે ચર્ચાઓ વચ્ચે એશ્વર્યા રાયની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ થઈ રહી છે. ફેમિલી ફોટોમાંથી પહેલી વખત બચ્ચન પરિવાર ગાયબ થઈ ગયો છે જેને લઈને ડિવોર્સની ચર્ચા ફરી થવા લાગી છે.

Aardhya Bachchan: છૂટાછેડાની ચર્ચા વચ્ચે ઐશ્વર્યા રાયની પોસ્ટ વાયરલ, ફેમિલી ફોટોમાંથી બચ્ચન પરિવાર ગાયબ

Aishwarya Rai: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના દિવસની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જાહેરમાં પણ આ બંને છેલ્લા ઘણા સમયથી એક સાથે જોવા મળ્યા નથી. જોકે ડિવોર્સ મામલે બંનેમાંથી કોઈએ ખુલાસો પણ કર્યો નથી. પરંતુ ઐશ્વર્યા રાયે હાલમાં જે ફોટો શેર કર્યા છે તેને લઈને ડિવોર્સની ચર્ચા ફરી એક વખત થવા લાગી છે. એશ્વર્યા રાય આરાધ્યા બચ્ચન સાથેના કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં તેની માતા અને પિતાની તસવીરો જોવા મળે છે. આ ફેમિલી ફોટોમાં બચ્ચન પરિવારના કોઈ પણ વ્યક્તિ સામેલ નથી. 

fallbacks

આ પણ વાંચો: Ibrahim Ali Khan અને Palak Tiwari ના વેકેશનના ફોટો વાયરલ, તમે જોયા કે નહીં ?

એશ્વર્યા રાય બચ્ચને instagram પર કેટલાક ફોટો શેર કર્યા છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સાથે તેને આરાધ્યા માટે ખાસ મેસેજ પણ લખ્યો છે. એશ્વર્યા રાય એ શેર કરેલા ફેમિલી ફોટોમાં તેના માતા-પિતા છે પરંતુ બચ્ચન પરિવારના કોઈ પણ સભ્ય સામેલ નથી. એટલું જ નહીં આરાધ્યા બચ્ચન સાથે અભિષેક બચ્ચનનો ફોટો પણ નથી. એશ્વર્યાએ શેર કરેલા ફોટોમાં તેના પિતા કૃષ્ણરાજ રોયની તસ્વીર જોવા મળે છે તો બીજી તસવીરમાં તેની માતા વૃંદા રોય જોવા મળે છે. સાથે જ તેણે આરાધ્યાના નાનપણની તસવીરો શેર કરી છે. 

આ પણ વાંચો: આ કરોડપતિ બિઝનેસમેન છે અમીષા પટેલનો ડાર્લિંગ.. નેટવર્ક જાણીને હલી જશે મગજ

એશ્વર્યા રાય બચ્ચને આરાધ્યા બચ્ચનને જન્મદિવસની શુભકામના પાઠવતા આ તસવીરો શેર કરી છે. તેણે કેપ્શન માં લખ્યું છે કે હવે તું ઓફિશ્યલી ટીનેજર થઈ ગઈ છે. જન્મદિવસ મુબારક. આ તસવીરો શેર થયાની સાથે જ વાયરલ થવા લાગી છે અને લોકો કોમેન્ટ કરીને આરાધ્યાને જન્મદિવસની શુભકામના પાઠવી રહ્યા છે. સાથે જ કેટલાક યુઝર પ્રશ્ન પણ કરી રહ્યા છે કે ફેમિલી ફોટોમાં બચ્ચન પરિવાર કેમ નથી ? કેટલાક લોકોએ તો ડિવોર્સ સંબંધિત કોમેન્ટ પણ આ પોસ્ટ પર કરી છે. 

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના ડિવોર્સ નું ચર્ચા ચાલી રહી છે. આ ચર્ચાઓ વચ્ચે અભિષેક બચ્ચનનું નામ નિમરત કૌર સાથે જોડવામાં આવી રહ્યું છે. નિમ્રત અને અભિષેકે ફિલ્મ દસવીમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાની નજીક આવી ગયા હોવાની પણ ચર્ચા હતી. જોકે આ મામલે હજુ સુધી કોઈપણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More