Home> Entertainment
Advertisement
Prev
Next

Video : જ્યારે ઐશ્વર્યા અને અભિષેકની થઈ હતી સગાઈ ત્યારે હૃતિકે કહ્યું હતું 'આ'

હાલમાં ઐશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો છે

Video : જ્યારે ઐશ્વર્યા અને અભિષેકની થઈ હતી સગાઈ ત્યારે હૃતિકે કહ્યું હતું 'આ'

નવી દિલ્હી : ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નને અનેક વર્ષ થઈ ગયા છે પણ આજે પણ ઐશ્વર્યાને એ ક્ષણ બરાબર યાદ છે જ્યારે અભિષેકે પ્રપોઝ કર્યું હતું. હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે એશને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે આ વાત સ્વીકારી છે. આ ઇન્ટરવ્યૂમાં ઐશ્વર્યાએ જણાવ્યું છે કે 2008ના વર્ષમાં તે જ્યારે ફિલ્મ 'જોધા-અકબર'નું શૂટિંગ કરી રહી હતી ત્યારે આ સમાચાર આવ્યા હતા જેના પછી ડિરેક્ટર આશુતોષ ગોવારીકર અને સહકલાકાર હૃતિક રોશને અનોખો પ્રતિભાવ આપ્યો હતો. 

fallbacks

ઐશ્વર્યાએ જણાવ્યું કે આ સમાચાર સાંભળીને આશુતોષ દંગ થઈ ગયા હતા જ્યારે હૃતિકે ખુશીથી મારી સામે થમ્પ અપની સાઇન કરી હતી. 

બોલિવૂડમાં મેરેજ તૂટતાં વાર નથી લાગતી ત્યારે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન ચોક્કસ જ લગ્નસંસ્થા પ્રત્યેનો આપણો વિશ્વાસ મજબૂત કરે છે. એ કોઈ સીક્રેટ નથી કે, અભિષેકે 2007ની જાન્યુઆરીમાં ન્યૂ યોર્કમાં એશને પ્રપોઝ કર્યું હતું. જોકે, તેણે ઐશ્વર્યાને જે રિંગ પહેરાવી હતી એ ચમકતી સોલિટેર નહોતી, પરંતુ એ મણીરત્નમની ફિલ્મ ‘ગુરુ'ના શૂટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવેલી ફેક રિંગ હતી.

આલિયા અને વરૂણ વિશે આવ્યા એવા સમાચાર કે બળીબળીને બેઠો થશે રણબીર

ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન પ્રથમવાર સાથે ફિલ્મ ઢાઇ અક્ષર પ્રેમ કેમાં કામ કર્યુ હતું. ત્યારબાદ બંન્ને ફિલ્મ ઉમરાવ જાનમાં પણ જોવા મળ્યા. આ દરમિયાન બંન્ને વચ્ચે ખૂબ સારી મિત્રતા થઇ હતી. નોંધનીય છે કે એક સમયે અભિષેકની પત્ની કરિશ્મા કપૂર બનવાની હતી. ઓક્ટોબર 2002માં અભિષેક અને કરિશ્માએ સગાઇ થઇ હતી પરંતુ જાન્યુઆરી,2003માં તૂટી ગઇ. તેના ચાર વર્ષ પછી અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન થયા હતા. અભિષેક અગાઉ ઐશ્વર્યા સલમાન ખાન અને વિવેક ઓબેરોય સાથે ડેટિંગ કરી ચૂકી હતી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More