નવી દિલ્હી :બોલિવુડ (Bollywood)ના દિગ્ગજ અભિનેતા અજય દેવગન (Ajay Devgan) ની એક એવી ફિલ્મની તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે, જે રિલીઝ થઈ નથી. આ ફિલ્મ ‘નામ’ છે. ફિલ્મ નામ (Naam) ના સેટ પર લેવાયેલી આ તસવીર છે. આ ફિલ્મની રોમાંચક વાત એ છે કે, તે ક્યારેય પૂરી થઈ ન શકી. તેની તસવીર શેર કરીને અનીસ બઝમી (Anees Bazmee) એ સોશિયલ મીડિયા (Social Media) પર લખ્યું કે, તેઓ એક આઉટડોર લોકેશન પર અજયને એક શોટ વિશે સમજાવી રહ્યાં છે.
This was taken in Switzerland, while shooting for an unreleased film 'Naam' with @ajaydevgn, #BhumikaChawla & @reddysameera. It was a suspense thriller jo aapko bohot pasand aati. Yahin ummeed karta hoon ki ek din yeh movie release ho aur aap sabko dekhne mile. #ThrowbackThursday pic.twitter.com/uJsYSBR3Dk
— Anees Bazmee (@BazmeeAnees) October 3, 2019
સ્વિત્ઝરલેન્ડની છે તસવીર
બઝમીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે. આ તસવીર સ્વિત્ઝરલેન્ડમાં લેવાયેલી હતી, જ્યાં ફિલ્મના એક દ્રશ્યનું શુટિંગ થયું હતું. આ ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઈ શકી. તેમાં સમીરા રેડ્ડી અને ભૂમિકા ચાવલા એક્ટ્રેસ તરીકે હતા. તસવીરની સાથે બઝમીએ લખ્યું છે કે, આ સીન દરમિયાન અજયને પોતાની પત્ની અને બાળકને શોધવાનું હતું. આ એક સસ્પેન્સ થ્રીલર ફિલ્મ હતી, જે લોકોને બહુ જ ગમી હોત. આશા રાખું છું કે, કોઈ દિવસે ફિલ્મ રિલીઝ થઈ જાય અને તમને એ જોવા મળે.
વૃષ્ટિ અને શિવમના વધુ એક સીસીટીવી સામે આવ્યા, પોલીસે રીક્ષાવાળાની કરી પૂછપરછ
હાર અનીસ બઝમી ‘પાગલપંતી’ ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત છે. જેમાં અનિલ કપૂર, જ્હોન અબ્રાહમ, ઈલિયાના ડીક્રુઝ, અરશદ વારસી અને કૃતિ ખરબંદા છે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે