Home> Entertainment
Advertisement
Prev
Next

સૂર્યવંશીની રિલીઝ પહેલાં અજય દેવગને ફિલ્મ વિશે કર્યો મોટો ખુલાસો 

બોલિવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgn)ના લોકપ્રિય પાત્ર ડીસીપી બાજીરાવ સિંઘમની ત્રીજી ફિલ્મ માટે તેના પ્રશંસકો તલપાપડ થઈને રાહ જોઈ રહ્યા છે.

સૂર્યવંશીની રિલીઝ પહેલાં અજય દેવગને ફિલ્મ વિશે કર્યો મોટો ખુલાસો 

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgn)ના લોકપ્રિય પાત્ર ડીસીપી બાજીરાવ સિંઘમની ત્રીજી ફિલ્મ માટે તેના પ્રશંસકો તલપાપડ થઈને રાહ જોઈ રહ્યા છે. હાલમાં અજયે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે સિંઘમ 3 ચોક્કસ બનવાની છે, પણ એ પહેલાં ગોલમાલની અને એના પછી સિંઘમની સિક્વલ કરીશું. તમે જ્યારે સૂર્યવંશી જોશો ત્યારે તમને આ સવાલનો જવાબ મળી જશે. હું તો સૂર્યવંશીમાં પણ છું. 

fallbacks

દીકરી હોવાનો દાવો કરનાર મહિલાને અનુરાધા પૌંડવાલે બરાબરનું ચોપડાવી દીધું

સૂર્યવંશી કોપ ડ્રામા છે. ડિરેક્ટર રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષયકુમાર મુખ્ય રોલ ભજવી રહ્યો છે અને એ માર્ચ મહિનામાં રિલીઝ થશે. બોલિવૂડ સ્ટાર અજય દેવગન હાલ તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વોરિયર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આ ફિલ્મમાં તેની પત્ની કાજોલ પણ ઘણા વર્ષો પછી સાથે જોવા મળશે. ફિલ્મમાં અજય દેવગન ‘તાનાજી’નો રોલ પ્લે કરી રહ્યો છે. જ્યારે કાજોલ ‘તાનાજી’ના પત્ની સાવિત્રી બાઈની ભૂમિકામાં નજરે આવશે. ફિલ્મમાં સૈફ અલી ખાન પણ મુખ્ય ભુમિકામાં છે. તે ઉદય ભાનની ભૂમિકામાં છે. આ ફિલ્મની કહાની 17મી સદીના આધારે વીર યોદ્ધાની ગાથા વ્યક્ત કરે છે. અજય દેવગને સ્પષ્ટતા કરી છે કે તેમણે અનસંગ વોરિયર્સ નામાની સિરિઝની શરૂઆત કરી છે જેના મારફતે ભારતના દરેક પ્રાંતના બહાદુર દીકરાઓની સંઘર્ષગાથા જણાવવામાં આવશે. 

હાર્દિક પંડ્યાની સગાઈ પર આ હોટ અભિનેત્રીએ આપ્યું એવું રિએક્શન..આવી ગઈ ચર્ચામાં

અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના કેફ (Katrina Kaif) સ્ટારર ફિલ્મ ''સૂર્યવંશી'' (Sooryavanshi)'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. અક્ષય અને કેટરીનાની સાથે આ ફિલ્મમાં ગુલશન ગ્રોવર અને સિકંદર ખેર પણ જોવા મળશે. ફિલ્મના નિર્માતા કરણ જોહર અને રોહિત શેટ્ટી છે. આ ફિલ્મ 27 માર્ચ, 2020માં રિલીઝ થશે. 

સૂર્યવંશીમાં 'સિંબા' (Simmba)' અને સિંઘમ (Singham)'ની એન્ટ્રી થઈ ચુકી છે.  ફિલ્મની મુખ્ય અભિનેત્રી કેટરીના કૈફ (Katrina Kaif)એ થોડા સમય પહેલા ફિલ્મના શૂટિંગ સેટની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં અક્ષયકુમારની સાથે 'સિંઘમ' અજય દેવગન અને 'સિમ્બા' રણવીર સિંહ (Ranveer Singh) પણ જોવા મળી રહ્યાં છે. આ ત્રણેય સ્ટાર્સ પોલીસના ડ્રેસમાં ખુબ રોબદાર લાગી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More