Home> Entertainment
Advertisement
Prev
Next

Akanksha Dubey: જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, ફેન્સ આઘાતમાં સરી પડ્યા

દુખદ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના ફેન્સ શોક્ડ  થઈ ગયા છે. બીજી બાજુ તેના પરિજનો પણ સમજી શકતા નથી કે અચાનક આકાંક્ષાએ આખરે આટલું મોટું પગલું કેમ ભર્યું? આકાંક્ષા દુબેને નજીકથી ઓળખનારા લોકોના જણાવ્યાં મુજબ ત્રણ વર્ષની ઉંમરે પેરેન્ટ્સ સાથે તે મુંબઈ શિફ્ટ થઈ હતી. 

Akanksha Dubey: જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, ફેન્સ આઘાતમાં સરી પડ્યા

Akanksha Dubey Sucide case: ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ એટલે આકાંક્ષા દુબે...અભિનેત્રી આકાંક્ષા દુબેએ વારાણસીની એક હોટલમાં આત્મહત્યા કરી લીધી છે. એવું કહેવાય છે કે સારનાથ પોલીસ મથક હદમાં આવેલી સોમેન્દ્ર હોટલમાં આ મોડલ અને અભિનેત્રીએ ગળે ફાંસો ખાઈને જીવ દઈ દીધો. અત્રે જણાવવાનું કે આકાંક્ષા પરસીપુરની રહીશ હતી. 

fallbacks

ભોજપુરી સિનેમાંથી અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના ફેન્સ શોક્ડ  થઈ ગયા છે. બીજી બાજુ તેના પરિજનો પણ સમજી શકતા નથી કે અચાનક આકાંક્ષાએ આખરે આટલું મોટું પગલું કેમ ભર્યું? આકાંક્ષા દુબેને નજીકથી ઓળખનારા લોકોના જણાવ્યાં મુજબ ત્રણ વર્ષની ઉંમરે પેરેન્ટ્સ સાથે તે મુંબઈ શિફ્ટ થઈ હતી. તેના પેરેન્ટ્સ તેને આઈપીએસ ઓફિસર બનાવવા માંગતા હતા. પરંતુ તેના મનમાં હંમેશાથી ડાન્સ અને એક્ટિંગ રમ્યા કરતા હતા. આ જ કારણે તેણે એન્ટરટેઈન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં આવવાનો નિર્ણય લીધો હતો. 

પરિણીતી ચોપરા સાથે 'લગ્ન'ના સવાલ પર AAP નેતા રાઘવ ચઢ્ઢાનું રિએક્શન 

PM મોદીએ કરી 'મન કી બાત', દીવ અને 'સૌરાષ્ટ્રી તમિલ'નો ખાસ કર્યો ઉલ્લખ

ઘરેલુ કામ નથી આવડતું! 'સાસુ જો વહુને પરફેક્ટ થવાનું કહે તો તે ક્રુરતા ગણાય નહીં'

આકાંક્ષાની કરિયર
આકાંક્ષા દુબે એક હોનહાર અભિનેત્રી હતી. તે 21 ઓક્ટોબરના રોજ પોતાનો બર્થડે સેલિબ્રેટ કરતી હતી. તેણે વીરો કે વીર, અને કસમ પેદા કરનેવાલે કી 2 જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આકાંક્ષા સોશિયલ મીડિયા ઉપર પણ સતત એક્ટિવ રહેતી હતી. ઈન્સ્ટાગ્રામ પર આકાંક્ષા દુબેના 1.7 મિલિયન ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ લગભગ 19 કલાક પહેલાની છે. જેમાં તે બ્લેક ટોપ અને બ્લ્યુ જીન્સમાં જોવા મળે છે. આ વીડિયોમાં તે પોતાના ફોન સાથે એક ગીત પર નાચી રહી છે. આ વીડિયો જોઈને કોઈને પણ એમ ન લાગે કે આવી મસ્તીભર્યા વીડિયોને પોસ્ટ કર્યા બાદ આકાંક્ષા દુબે સ્યુસાઈડ જેવું પગલું ભરી શકે છે. હવે આ છેલ્લી પોસ્ટ પર ફેન્સ તેમને 'We will miss you, bhojpuri queen...we always miss you..#rip' જેવી વાતો લખીને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More