Home> Entertainment
Advertisement
Prev
Next

ભોજપુરી એક્ટર પવન સિંહ વિરૂદ્ધ અક્ષરા સિંહની પોલીસ ફરિયાદ !

ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ અને એક્ટ્રેસ અક્ષરા સિંહ વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લેતો. હવે અક્ષરાએ પવન વિરૂદ્ધ મુંબઈના માલવણી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

ભોજપુરી એક્ટર પવન સિંહ વિરૂદ્ધ અક્ષરા સિંહની પોલીસ ફરિયાદ !

નવી દિલ્હી : ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ અને એક્ટ્રેસ અક્ષરા સિંહ વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લેતો. હવે અક્ષરાએ પવન વિરૂદ્ધ મુંબઈના માલવણી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. અક્ષરાએ આરોપ મુક્યો છે કે તેના નારી સન્માન પર પવન સિંહના ઇશારે હુમલો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ તેમજ યુ ટ્યૂબ જેવા સોશિયલ મીડિયા પર આપત્તિજનક વીડિયો અને કમેન્ટ પોસ્ટ કરવાનો પણ આરોપ મુક્યો છે. 

fallbacks

અક્ષરા સિંહ તરફથી પવન સિંહ સામે આઇપીસીની કલમ 509 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ એક જામીનપાત્ર ગુનો છે. જોકે બીજી અમુક કલમની હાજરી તેના ગુનાને બિનજામીનપાત્ર બનાવે છે અને આઇટી એક્ટમાં ત્રણ વર્ષ કે એના કરતા વધારે સમયની સજા થઈ શકે છે. આ સાથે પેનલ્ટી પણ લાગી શકે છે. બોલિવૂડમાં ચર્ચા છે કે પવન સિંહની બહુ જલ્દી ધરપકડ થઈ શકે છે. 

પોતાના અનેક ઇન્ટરવ્યૂમાં અક્ષરાએ અનેક સનસનીખેજ આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે મને મળનારા વ્યુઝથી ગભરાઈને પવન સિંહે ઇન્ડસ્ટ્રીના મ્યુઝિક ચેનલ તેમજ કલાકારોને મારી સાથે કામ ન કરવાનું દબાણ કર્યું હતું. હું તો ક્યારની મુવ ઓન કરી ચુકી છું પણ પવન મારી વિરૂદ્ધ ષડયંત્ર કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અક્ષરા સિંહ ભોજપુરી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે 2013માં રવિ કિશન સાથે ‘સત્યમેવ જયતે’થી ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. આ ઉપરાંત તે સીરિયલ્સમાં પણ કામ કરે છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More