Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO : અક્ષયકુમાર દિલ દઈને કરી રહ્યો છે પૂજા, પાછળ છે ખાસ કારણ 

બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Manushi Chhillar) બહુ જલ્દી સિલ્વર સ્ક્રિન પર એકસાથે જોવા મળશે

VIDEO : અક્ષયકુમાર દિલ દઈને કરી રહ્યો છે પૂજા, પાછળ છે ખાસ કારણ 

નવી દિલ્હી : બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar) અને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર (Manushi Chhillar) બહુ જલ્દી સિલ્વર સ્ક્રિન પર એકસાથે જોવા મળશે. આજે સવારે યશરાજ ફિલ્મ્સ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે આગામી ફિલ્મ પૃથ્વીરાજ (Prithviraj) માટે માનુષી છિલ્લરની પસંદગી કરવામાં આવી છે. 

fallbacks

અક્ષય અને માનુષી યશરાજ ફિલ્મ્સમાં સાથે જોવા મળ્યા હતા અને બંનેએ ફિલ્મ શરૂ કરતા પહેલાં પૂજા કરી હતી. આ બંને સાથે ફિલ્મના ડિરેક્ટર ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી (Dr. Chandraprakash Dwivedi) પણ જોવા મળ્યા હતા. આ પૂજાના વીડિયોને અક્ષય કુમારે પોતાની સોશિયલ મીડિયા વોલ પર શેયર કર્યો છે. 

આ વીડિયો જોઈને લાગે કે યુનિટ બહુ જલ્દી પૃથ્વીરાજનું શૂટિંગ શરૂ કરશે અને આ શુભ શરૂઆત માટે બધા ભેગા થયા છે. 

આજે સવારે જ યશરાજ ફિલ્મ્સ દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે કે ઐતિહાસિક ફિલ્મ પૃથ્વીરાજમાં માનુષીને નાયિકા તરીકે સાઇન કરવામાં આવી છે. આ ફિલ્મમાં માનુષી સુંદરી સંયોગિતાનો રોલ ભજવશે. માનુષી ભૂતપૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપડા અને ઐશ્વર્યા રાયની બહુ મોટી પ્રશંસક છે અને તેમને પોતાના રોલ મોડલ માને છે. તે એક એક્સપર્ટ કુચિપુડી ડાન્સર છે. પૃથ્વીરાજ 2020ની દિવાળીએ રિલીઝ થશે. 

જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More