Akshay Kumar-Tiger Shroff Dance Video: બોલીવુડ અભિનેત્રી રફુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની છેલ્લા ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેમણે 21 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કર્યા છે. આ લગ્નના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર હવે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તેવામાં રકૂલ અને જેકીના લગ્નનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો બડે મિયા છોટે મિયા ફિલ્મના એક્ટર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફનો છે. રકુલ અને જેકીના લગ્નમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ પણ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: Ajay Devgn: અજય દેવગન કરી ચુક્યો છે બ્લેક મેજીકનો અનુભવ, જાણો તમે પણ ઘટના વિશે
વાયરલ થયેલા વીડિયોમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ જેકી ભગનાનીના વરઘોડામાં એન્ટ્રી કરે છે. તે જેકી ભગનાની ને લગ્ન માટે શુભેચ્છા પાઠવે છે અને પરિવારના સભ્યો સાથે મળીને ઢોલના તાલે ડાન્સ પણ કરે છે. ટાઇગર શ્રોફ અને અક્ષય કુમાર લગ્નમાં એકસરખા બ્લેક આઉટ ફીટ પહેરીને પહોંચ્યા હતા.
#WATCH | Actors Akshay Kumar and Tiger Shroff attended the wedding celebrations of actor Jackky Bhagnani and actress Rakul Preet Singh in Goa. (21.2) pic.twitter.com/l64R1QNIKA
— ANI (@ANI) February 25, 2024
જણાવી દઈએ કે અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ બડે મિયા છોટે મિયા ફિલ્મમાં મુખ્ય કલાકારો છે. આ ફિલ્મને લઈને જેકી ભગનાની ના પિતા વાસુ ભગનાનીએ કહ્યું હતું કે તેમની એક્શન થ્રીલર ફિલ્મ બડે મિયા છોટે મિયા રિલીઝ થયા પછી રકુલ પ્રીત અને જેકી ભગનાની તેના હનીમૂન માટે જશે. બડે મિયા છોટે મિયા ફિલ્મ આ વર્ષે ઈદ પર સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: OTT પ્લેટફોર્મની 5 સૌથી ખતરનાક હોરર વેબ સીરીઝ, જોયા પછી ઘરમાં એકલા રહેવામાં લાગે બીક
જણાવી દઈએ કે રકુલ પ્રીત અને જેકી ભગનાનીના લગ્ન ગોવામાં થયા છે. તેમના લગ્ન માટે પરિવારના સભ્યો નજીકના મિત્રો અને સાથે જ બોલીવુડના કલાકારો પણ ગોવા પહોંચ્યા હતા. આ લગ્નમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ ઉપરાંત ભૂમિ પેડનેકર, અનન્યા પાંડે, શિલ્પા શેટ્ટી, શાહિદ કપૂર, આયુષ્માન ખુરાના સહિતના કલાકારોએ હાજરી આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે