Home> Entertainment
Advertisement
Prev
Next

PUBG બેન થતાં અક્ષય કુમારે મલ્ટીપ્લેયર એક્શન ગેમ લોન્ચ કરવાની કરી જાહેરાત, ફેન્સે આપ્યું કંઇક આવું રિએક્શન

ચાઇના અને ઇન્ડીયાના સીમા વિવાદના લીધે પબજી ગેમ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પબજીનો તે ગેમમાં સમાવેશ થાય છે જેને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. દરેક યુવાનના ફોનમાં પબજી હોવી એક સામાન્ય વાત છે.

 PUBG બેન થતાં અક્ષય કુમારે મલ્ટીપ્લેયર એક્શન ગેમ લોન્ચ કરવાની કરી જાહેરાત, ફેન્સે આપ્યું કંઇક આવું રિએક્શન

નવી દિલ્હી: ચાઇના અને ઇન્ડીયાના સીમા વિવાદના લીધે પબજી ગેમ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પબજીનો તે ગેમમાં સમાવેશ થાય છે જેને ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. દરેક યુવાનના ફોનમાં પબજી હોવી એક સામાન્ય વાત છે. પબજી બેન થતાં દેશના ઘણા યુવાનો નિરાશ થયા છે. યુવા મોદી સરકારના આ નિર્ણયથી ખુબ નાખુશ જોવા મળી રહ્યા હતા. 

fallbacks

આ દરમિયાન અક્ષય કુમારે દેશના યુવાનોને એક નવી ભેટ આપવાની જાહેરાત કરી છે. અક્ષય કુમાર જલદી જ માર્કેટમાં પબજી જેવી જ એક સ્વદેશી ગેમ માર્કેટમાં ઉતારવાના છે જેના લગભગ તમામ ફીચર પબજી ગેમ જેવા જ હશે. આ વાતનો ખુલાસો અક્ષય કુમારે પોતાની લેટેસ્ટ પોસ્ટમાં કર્યો છે. 

આ નવી ગેમનું પોસ્ટર શેર કરતાં અક્ષય કુમારે લખ્યું કે 'હું પ્રધાનમંત્રી મોદીના આત્મનિર્ભર અભિયાનને સમર્થન કરું છું. હું ખૂબ જ ગર્વ સાથે તમને બધાને આ જાણકારી આપવા માંગુ છું કે અમે તમારા બધા માટે એક મલ્ટીપ્લેયર એક્શન ગેમ લઇને આવી રહ્યા છીએ. આ ગેમને અમે ફૌજી નામ આપ્યું છે.'

આગળ અક્ષય કુમારે લખ્યું કે 'ગેમ ફીયરલેસ અને યૂનાઇટેડ ગાર્ડ બનવામાં મદદ કરશે. મનોરંજન સાથે-સાથે આ ગેમ તમને બતાવશે કે કેવી રીતે દેશના જવાનો પોતાના દુશમનોને ધૂળ ચટાવી દે છે. આ ગેમથી થનાર કમાણી 20 ટકા ભારતના વીર અભિયાનને ડોનેટ કરી દેવામાં આવશે. 

અક્ષય કુમારની આ પોસ્ત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે. લોકો અક્ષય કુમારની આ પહેલની પ્રશંસા કરી રહ્યા છે અને આ ગેમને આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડીને જોઇ રહ્યા છે. તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જેમને અક્ષય કુમારની આ પહેલ ગમી નહી. તેમનું માનવું છે કે કોરોનાના કહેરમાં સરકારને નોકરીઓની વ્યવસ્થા કરવી જોઇએ કોઇ બેકાર ગેમની નહી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More