Home> Entertainment
Advertisement
Prev
Next

માતાના અંતિમ સંસ્કારમાંથી સામે આવી અક્ષય કુમારની તસવીર, ઉદાસ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ તકલીફ

સમય પણ કેવી કેવી ખેલ દેખાડે છે. ભૂતકાળમાં જ્યાં એક માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો હતો, હવે એક પુત્ર તેની માતાથી અલગ થઈ ગયો છે. અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar) તેની માતા અરુણા ભાટિયાને (Aruna Bhatia) ગુમાવી દીધા છે

માતાના અંતિમ સંસ્કારમાંથી સામે આવી અક્ષય કુમારની તસવીર, ઉદાસ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ તકલીફ

નવી દિલ્હી: સમય પણ કેવી કેવી ખેલ દેખાડે છે. ભૂતકાળમાં જ્યાં એક માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો હતો, હવે એક પુત્ર તેની માતાથી અલગ થઈ ગયો છે. અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar) તેની માતા અરુણા ભાટિયાને (Aruna Bhatia) ગુમાવી દીધા છે, ત્યારબાદ અંતિમ સંસ્કાર સ્થળેથી તેની કેટલીક તસવીરો સામે આવી છે. નિરાશ અક્ષય કુમાર કારમાં બેઠેલો જોવા મળે છે અને તેની પત્ની તેની સાથે છે.

fallbacks

ચહેરા પર સ્પષ્ટ દેખાઈ તકલીફ
તસવીરોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) અને અક્ષય કુમાર બંનેની આંખો નમ છે. અક્ષય કુમારના (Akshay Kumar) ચહેરા પર તેની માતા ગુમાવવાનું દર્દ સ્પષ્ટ જોઈ શકાય છે. સ્વાભાવિક છે કે ખિલાડી કુમારને આ મુશ્કેલીમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગશે અને આ એક નુકશાન છે જેની ભરપાઈ કોઈ પણ રીતે થઈ શકે તેમ નથી.

આ પણ વાંચો:- Live શોમાં નેહા ભસીને તેની અન્ડરવેર... આ ગંદી હરકત જોઈ બધા ચોંકી ઉઠ્યા

અંતિમ સંસ્કારમાં પહોંચ્યા ઘણા સ્ટાર્સ
અક્ષય કુમારની (Akshay Kumar) માતા અરુણા ભાટિયાની (Aruna Bhatia) તબિયત થોડા સમયથી સારી નહોતી અને તેમને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બોલીવુડ જગતના તમામ દિગ્ગજ કલાકારો અક્ષય કુમારની માતાના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. ભૂમિ પેડનેકર, રિતેશ દેશમુખ, રોહિત શેટ્ટી અને સાજિદ ખાન જેવી હસ્તીઓ અંતિમ સંસ્કારમાં સામેલ થઈ હતી.

આ પણ વાંચો:- કરોડો રૂપિયાની કમાણી હોવા છતાં આજે પણ ભાડાના ઘરમાં રહે છે આ કલાકારો, કારણ છે જાણવા જેવું

અક્ષય કુમારે લખી આ વાત
માતાના નિધન પર અક્ષય કુમારે (Akshay Kumar) સોશિયલ મીડિયા પર લખ્યું, "તે મારી કરોડરજ્જુ હતી અને આજે હું મારા અસ્તિત્વના મૂળમાં અસહ્ય પીડા અનુભવું છું. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા (Aruna Bhatia) આજે સવારે શાંતિથી દુનિયા છોડીને બીજી દુનિયામાં મારા પિતા સાથે ફરી જોડાયા. હું તમારી પ્રાર્થનાનું સન્માન કરું છું કેમ કે, હું અને મારા પરિવાર આ દોરમાંથી પસાર થઈ રહ્યા છીએ. શાંતિ. '

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More