Home> Entertainment
Advertisement
Prev
Next

Akshay Kumar Social Media: Instagram પર આ 6 લોકોને જ ફોલો કરે છે Akshay Kumar

Akshay Kumar Instagram: અક્ષય કુમારના ઈન્સ્ટા પર 64.8 મિલિયન ફોલોવર્સ છે. તેમાંથી ઘણા સેલિબ્રિટી પણ છે જે અક્ષય કુમારને ફોલો કરતા હોય. પરંતુ અક્ષય કુમાર પોતે માત્ર છ લોકોને જ ફોલો કરે છે.

Akshay Kumar Social Media: Instagram પર આ 6 લોકોને જ ફોલો કરે છે Akshay Kumar

Akshay Kumar Instagram: બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની છેલ્લા કેટલાક સમય દરમિયાન આવેલી ફિલ્મો બોક્સ ઓફિસ પર ભલે ચાલી ન હોય પરંતુ અક્ષય કુમારનો જાદુ સોશિયલ મીડિયા પર ખૂબ ચાલે છે. કરોડો લોકો અક્ષય કુમારને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરે છે. અક્ષય કુમાર ઈન્સ્ટા પર પણ ફેમસ છે. ઈન્સ્ટા પર અક્ષય કુમારને 6 કરોડથી વધુ લોકો ફોલો કરે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે અક્ષય કુમાર માત્ર છ લોકોને જ ઈન્સ્ટા પર ફોલો કરે છે. 

fallbacks

આ પણ વાંચો:

The Kerala Story જ નહીં બોલીવુડની આ ફિલ્મો માટે પણ દેશભરમાં થયો હતો હોબાળો

Pregnant Ileana D'Cruz બેબી બંપ ફ્લોન્ટ કર્યા બાદ શેર કર્યો વધુ એક ફોટો

Good News શેર કર્યા બાદ પહેલીવાર Ileana D'Cruz એ ફ્લોન્ટ કર્યું બેબી બંપ

અક્ષય કુમારના ઈન્સ્ટા પર 64.8 મિલિયન ફોલોવર્સ છે. તેમાંથી ઘણા સેલિબ્રિટી પણ છે જે અક્ષય કુમારને ફોલો કરતા હોય. પરંતુ અક્ષય કુમાર પોતે માત્ર છ લોકોને જ ફોલો કરે છે. આ છે લોકોમાં તેની પત્ની અને બોલીવુડ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સૌથી પહેલા આવે છે. ત્યાર પછી તે ટ્વિક ઇન્ડિયાને ફોલો કરે છે. 

અક્ષય કુમાર એ વર્ષ 2022માં મનીષ મંધાના સાથે એક ક્લોધિંગ બ્રાન્ડ લોન્ચ કરી હતી. આ બ્રાન્ડ ને ફોર્સ IX નામ આપવામાં આવ્યું છે. આ બ્રાન્ડના નામથી પર એક ઈન્સ્ટા અકાઉન્ટ છે જેને અક્ષય કુમાર ફોલો કરે છે. 

આ સિવાય અક્ષય કુમારની ફિલ્મ પેડમેનનું પણ એક ઈન્સ્ટા અકાઉન્ટ છે જેને અક્ષય કુમાર ફોલો કરે છે. આ સિવાય અક્ષય કુમાર જેને ફોલો કરે છે તેમાં પૂર્વ કેન્દ્રીય કેબિનેટ મંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડ જે મોદી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે તેનું નામ આવે છે. તેઓ નિશાનેબાજીમાં ઓલમ્પિક મેડલ પણ જીતી ચૂક્યા છે. આ સિવાય ગ્રેસિંગ ગોટ પીક્ચર્સ નામના એક અકાઉન્ટને તે ફોલો કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More