Home> Entertainment
Advertisement
Prev
Next

2.0માં ક્રોમેનનું પાત્ર અક્ષય માટે લોખંડના ચણા ચાવવા જેવું હતું, Video

આ ફિલ્મમાં જબરદસ્ત વીએફએક્સનો યુઝ કરાયો છે. હાલમાં જ અક્ષયે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે હેવી મેકઅપ સાથે ક્રોમેનવાળા લૂકમાં નજર આવી રહ્યો છે. 

2.0માં ક્રોમેનનું પાત્ર અક્ષય માટે લોખંડના ચણા ચાવવા જેવું હતું, Video

અક્ષય કુમાર બોલિવુડના સુપરહીરો કહેવાય છે. પોતાની ફિલ્મોમાં હટકે પાત્રો ભજવીને લોકોના દિલ પર રાજ કરનાર અક્ષય તેની પહેલી તમિલ ફિલ્મ 2.0માં પહેલીવાર નેગેટિવ પાત્રમાં નજર આવવાનો છે. આ પાત્ર માટે અક્ષયે ઘણી મહેનત કરી છે, પરંતુ એક્ટિંગથી વધીને આ ફિલ્મમાં પોતાના જબરદસ્ત લૂકને કારણે ચર્ચામાં છે. આવામાં અક્ષયે એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં તે પોતાના પાત્ર માટે મેકઅપ કરતા નજરે આવી રહ્યો છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં જબરદસ્ત વીએફએક્સનો યુઝ કરાયો છે. હાલમાં જ અક્ષયે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે હેવી મેકઅપ સાથે ક્રોમેનવાળા લૂકમાં નજર આવી રહ્યો છે. હવે જ્યારે અક્ષય આ લુક માટે કેવી રીતે તૈયાર થયો છે તે રહસ્ય વીડિયોમાં ખુલી ગયું છે. અક્ષયના આ લૂકમાં તૈયાર કરવા માટે ટેકનિકનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જુઓ આ વીડિયો.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ફિલ્મ 2.0નું ટ્રેલર ચેન્નાઈમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ટ્રેલર રિલીઝ પ્રસંગે આખી કાસ્ટ હાજર રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More