મુંબઈઃ અક્ષય કુમારે આજકાલ પોતાની ફિલ્મ હાઉસપૂલ-4નું પ્રમોશન શરૂ કર્યું છે. તાજેતરમાં જ આ સંદર્ભે તે એક રિયાલિટી શોમાં પહોંચ્યો હતો અને અહીં પણ પોતે રિયલ લાઈફનો ખેલાડી હોવાનું સાબિત કર્યું હતું. આ શોના સેટ પર એક સ્ટન્ટનો કાર્યક્રમ ચાલતો હતો. એક આર્ટિસ્ટ સ્ટન્ટ કરી રહ્યો હતો એ દરમિયાન જ તે બેભાન થઈ ગયો.
આ જોઈને એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર અક્ષય કુમાર પાણી ભરવા માટે બનેલી કાચની ટેન્ક પર ચડી ગયો હતો અને સૌથી પહેલા તો બેભાન થઈ ગયેલા આર્ટિસ્ટને પોતાના ખોળામાં બેસાડીને પકડી લીધો હતો. ત્યાર પછી સેટ પર હાજર અન્ય લોકોની મદદથી બેભાન થયેલા આર્ટિસ્ટને નીચે ઉતાર્યો હતો.
VIDEO: રિલીઝ થયું ફિલ્મ 'મરજાવા'નું ગીત 'તુમ હી આના', લોકોએ કહ્યું- BEST SONG
સોશિયલ મીડિયા પર અત્યારે આ વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે, આર્ટિસ્ટ ગ્લાસની ટેન્ક પર પરફોર્મ કરતા સમયે અચાનક જ બેભાન થઈ જાય છે. લોકો એમ જ સમજે છે કે આર્ટિસ્ટ સ્ટન્ટ કરી રહ્યો છે, પરંતુ અક્ષય સમજી જાય છે અને તે તરત જ તેને બચાવા માટે દોડી જાય છે.
ઉલ્લેખનીય છે કે, સાજિદ નાડિયાદવાલાની ફિલ્મ 'હાઉસફૂલ' મલ્ટીસ્ટારર છે અને તેમાં 1419થી 2019 વચ્ચે 600 વર્ષની સ્ટોરી કોમેડી અંદાજમાં રજુ કરાઈ છે.
જુઓ LIVE TV.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે