Home> Entertainment
Advertisement
Prev
Next

અક્ષયકુમારના આ બોલીવુડ અભિનેત્રી સાથે થયા હતા સીક્રેટ લગ્ન? અભિનેત્રીએ કહ્યું હતું-અફેરના બહાને ઉપયોગ કર્યો

બોલીવુડની આ અભિનેત્રી અને અક્ષયકુમારના અફેરની ચર્ચા કોઈ નવી નથી. જો કે બંનેએ ક્યારેય તે અંગે ખુલીને સ્વીકાર કર્યો નથી. પરંતુ જૂના કેટલાક ઈન્ટરવ્યુ છે જેમાં તેમણે પોતાના સંબંધ અંગે વાતો કરેલી છે. 

અક્ષયકુમારના આ બોલીવુડ અભિનેત્રી સાથે થયા હતા સીક્રેટ લગ્ન? અભિનેત્રીએ કહ્યું હતું-અફેરના બહાને ઉપયોગ કર્યો

Akshay Kumar engagement Raveena Tandon: બોલીવુડની જાણીતી અભિનેત્રી રવીના ટંડન અને અક્ષયકુમારના અફેરની ચર્ચા કોઈ નવી નથી. જો કે બંનેએ ક્યારેય તે અંગે ખુલીને સ્વીકાર કર્યો નથી. પરંતુ જૂના કેટલાક ઈન્ટરવ્યુ છે જેમાં તેમણે પોતાના સંબંધ અંગે વાતો કરેલી છે. તે સમયે અક્ષય અને રવીનાના લગ્નના સમાચાર વહેતા થયા હતા. પરંતુ ત્યારબાદ બ્રેકઅપના સમાચારોએ ફેન્સને હચમચાવી દીધા હતા. અલગ થયા બાદ અક્ષયે એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તેની રવીના સાથે સગાઈ થઈ હતી પરંતુ લગ્ન નહતા થયા. અભિનેતાએ એમ પણ કહ્યું હતું કે બ્રેકઅપ બાદ પણ તેના રવીના સાથે સારા સંબંધ હતા. 

fallbacks

એક ઈન્ટરવ્યુમાં રવીનાએ એ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે અક્ષયે એક સાથે 3-3 યુવતીઓને પણ ડેટ કર્યું છે. તેણે રવીનાને પણ લગ્નનું વચન આપ્યું હતું. પરંતુ બાદમાં અક્ષયની અફેરની વાતોથી પરેશાન થઈને તેણે આ સંબંધ તોડી નાખ્યો હતો. 

fallbacks

અક્ષયકુમાર અને રવીના ટંડને 90ના દાયકામાં એક સાથે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. બંનેની ફિલ્મ મોહરા વર્ષ 1994માં રિલીઝ થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે નીકટતા એકદમ વધી હતી. પ્રેમ થયો અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી. અક્ષયકુમાર પણ પોતાની હરકતોમાંથી બહાર આવતો નહતો. 

fallbacks

રવીના ટંડને અક્ષયકુમાર સાથે અફેર દરમિયાન પહેલીવાર અક્ષયને ચુંબન કર્યું હતું જો કે બાદમાં તેમના બેડરૂમમાં પણ એક સાથે હોવાની ખબરો વહેતી થઈ હતી. રવીનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અક્ષય તેની સાથે રિલેશનશીપમાં હતો છતાં શિલ્પા શેટ્ટીને ડેટ કરતો હતો. રવીનાએ કહ્યું કે અક્ષયે તેને દગો કર્યો. જો કે તેના મિત્રોએ અભિનેત્રીને પહેલેથી જ અક્ષયથી દૂર રહેવા જણાવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More