Home> Entertainment
Advertisement
Prev
Next

Akshaykumar ની પત્નીને ડિરેક્ટરે કહ્યું તું મંદાકિનીની જેમ અંદર કંઈ પણ પહેર્યા વિના ઝરણા નીચે ઉભી રહે...!

અક્ષય કુમારના પત્ની ટ્વીન્કલ ખન્નાએ યુ ટ્યુબ ચેનલ 'ટ્વીક ઈન્ડિયા'માં કિસ્સો જણાવ્યો હતો કે 'એક ડિરેકટરે 'મને રામ તેરી ગંગા મૈલી' ફિલ્મમાં મંદાકિની(Mandakini)એ ઝરણા નીચે
ભજવેલા પોપ્યુલર સીનને ફરી ભજવવાનું કહ્યુ હતું પરંતુ ટ્વીન્કલ ખન્નાએ આ કામ માટે ના કહી દીધી હતી.

Akshaykumar ની પત્નીને ડિરેક્ટરે કહ્યું તું મંદાકિનીની જેમ અંદર કંઈ પણ પહેર્યા વિના ઝરણા નીચે ઉભી રહે...!

Akshaykumar's Wife: રાજ કપૂરની ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'ના બધા ગીતો બ્લોકબસ્ટર સાબિત થયા અને તેમાં પણ ગીત 'તુજે બુલાયે મેરી બાહે'ની અભિનેત્રી રાતોરાત ચમકી ગઈ હતી. ગીતમાં મંદાકિનીએ પાતળી સફેદ સાડી પહેરી હતી અને ઝરણા નીચે ડાન્સ કર્યો હતો. આ ગીત બોલિવુડના એવા ગીતોમાં સામેલ છે કે જેને દર્શકોએ સાંભળીને નહીં પરંતુ જોઈને આનંદ લીધો છે. અત્યારે ફિલ્મોમાં કિસિંગ સીન હોવા કે બોલ્ડ સીન આપવા સામાન્ય બાબત છે.

fallbacks

દરેક બીજી ફિલ્મમાં ઓછા કે વધતા પ્રમાણમાં આ પ્રકારના સીન જોવા મળે છે. પરંતુ વાત જ્યારે 1985ની આવે અને તે સમયે અનેક પરિવારોમાં મહિલાઓને ઉંબરો ઓળંગવાની પરવાનગી ના હોય અને ત્યારે એક ફિલ્મ આવે જેમાં અભિનેત્રી પાતળી સાડી પહેરીને ઝરણા નીચે નૃત્ય કર્યું હોય. વિચારી શકાય કે કેવી પરિસ્થિતિ તે સમય દરમિયાન ઉભી થઈ જશે. ફિલ્મનું નામ 'રામ તેરી ગંગા મૈલી'માં ભગવાન અને ગંગાનું નામ જાણી લોકો એ વિચારીને ફિલ્મ જોવા ગયા કે ફિલ્મ ધાર્મિક હશે પરંતુ સિનેમાઘરમાં મંદાકિનીને જોઈ રીતસરનો હંગામો મચી ગયો હતો.

જ્યારે જાણિતા અભિનેતાની પત્ની પાસે ડિરેકટરે કરી આવી માગ-
અક્ષય કુમારના પત્ની ટ્વીન્કલ ખન્નાએ યુ ટ્યુબ ચેનલ 'ટ્વીક ઈન્ડિયા'માં કિસ્સો જણાવ્યો હતો કે 'એક ડિરેકટરે 'મને રામ તેરી ગંગા મૈલી' ફિલ્મમાં મંદાકિની(Mandakini)એ ઝરણા નીચે
ભજવેલા પોપ્યુલર સીનને ફરી ભજવવાનું કહ્યુ હતું પરંતુ ટ્વીન્કલ ખન્નાએ આ કામ માટે ના કહી દીધી હતી.  આ ઘટના બાદ ડિરેકટરે ક્યારેય પણ ટ્વીન્કલ ખન્ના સાથે વાત ન કરી અને તેને અન્ય કોઈપણ ફિલ્મમાં સાઈન ન કરી.

ડિરેકટરે ત્યારબાદ અભિનેત્રી પાસે ક્યારેય ન કર્યું કામ-
આ કિસ્સાની વાત કરીએ તો ટ્વીન્કલ ખન્નાએ સફેદ રંગનો કુર્તો પહેર્યો હતો, અને રેઈન ગીત શૂટ કરવાનું હતું. તે સમયે ડિરેકટર ટ્વીન્કલ ખન્ના પાસે ગુરુ દત્તની નકલ કરતા શાલ ઓઢીને આવ્યા અને  તેને કહ્યું કે- જો હું તને મંદાકિનીની જેમ સીન કરવાનું કહું તો તુ શું કરીશ?,  તો ટ્વીન્કલ ખન્નાએ જવાબ આપ્યો કે 'હું બે કામ કરીશ, એક તો તમને આ કામ માટે ના કહી દઈશ, અને તમે રાજ કપૂર નથી'. આ ઘટના બાદ તે ડિરેકટરે ક્યારેય પણ ટ્વીન્કલ ખન્ના સાથે વાતચીત કરી નહીં અને તેને બીજી કોઈ ફિલ્મમાં સાઈન કરી નહીં. ટ્વીન્કલ ખન્ના માટે આ અનુભવ ઘણો કડવો રહ્યો પરંતુ તેને સ્ટેન્ડ લીધું અને ડિરેકટરને આ પ્રકારનો જવાબ આપ્યો તે સરાહનીય વાત છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More