Home> Entertainment
Advertisement
Prev
Next

થિયેટર્સ ખુલ્યા બાદ પણ અક્ષયની 'સૂર્યવંશી' અને રણવીર સિંહની '83' થશે નહી રિલીઝ

અક્ષય કુમારના ફેન્સ તેમની અપકમિંગ મૂવી 'સૂર્યવંશી'ની રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ મૂવી પહેલાં દિવાળી પર રિલીઝ થવાની હતી.

થિયેટર્સ ખુલ્યા બાદ પણ અક્ષયની 'સૂર્યવંશી' અને રણવીર સિંહની '83' થશે નહી રિલીઝ

નવી દિલ્હી: અક્ષય કુમારના ફેન્સ તેમની અપકમિંગ મૂવી 'સૂર્યવંશી'ની રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ મૂવી પહેલાં દિવાળી પર રિલીઝ થવાની હતી. પરંતુ એ નક્કી ન હતું કે આ થિયેટર્સમાં રિલીઝ થશે કે પછી ઓનલાઇન. કારણ કે કોવિડ 19ના કારણે સિનેમાઘર બંધ હતા, પરંતુ હવે સરકારે 15 ઓક્ટોબરથી થિયેટર્સને 50 ટકા બુકિંગ સાથે ખોલવાની પરવાનગી આપી છે. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે દર્શકોને આ ફિલ્મ માટે હજુ થોડી વધુ રાહ જોવી પડશે. 

fallbacks

'Bell Bottom' સાથે અક્ષય કુમારે બનાવ્યો નવો રેકોર્ડ, આ રહી રિલીઝ ડેટ

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અક્ષયની સૂર્યવંશી દિવાળી પર રિલીઝ થશે નહી. તો બીજી તરફ રણવીર સિંહની ફિલ્મ '83' ની પણ રિલીઝ ડેટ હજુ કન્ફોર્મ નથી.

આ પહેલાં અક્ષયની ફિલ્મ 'સૂર્યવંશી' દિવાળી પર, જ્યારે રણવીર સિંહની ફિલ્મ '83' ક્રિસમસ પર રિલીઝ થવાની હતી. ફિલ્મમાં અક્ષયે એટીએસ અધિકારી વીર સૂર્યવંશીનું પાત્ર ભજવ્યું છે, જે મુંબઇ હુમલાને લઇને આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ કરવાના પ્રયત્નમાં છે. 

તો બીજી તરફ અજય અને રણવીર ફિલ્મમાં પોતાના જૂના પોલીસ પાત્રને જ પુનરાવર્તિત કરી રહ્યા છે. તો બીજી તરફ અભિનેત્રી કેટરિના કૈફ ફિલ્મમાં વીર સૂર્યવંશીની પત્નીનું પાત્ર ભજવી રહી છે. સૂર્યવંશી ઉપરાંત અક્ષય કુમાર જલદી જ લક્ષ્મી બોમ્બ, બેલ બોટમ, રક્ષાબંધન, પૃથ્વીરાજ અને બચ્ચન પાંડે જેવી ફિલ્મોમાં જોવા મળશે. 

બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More