નવી દિલ્હી: 'સડક 2' (Sadak 2) બહુ જલદી રિલીઝ થવા જઈ રહી છે. જો કે તાજેતરમાં તેનું ટ્રેલર રિલીઝ થયું અને હવે તેનું એક ગીત 'તુમ સે હી' રિલીઝ થયું છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસને લઈને જે રીતે લોકોનો રોષ જોવા મળી રહ્યો છે તેનો ભોગ 'સડક 2' ફિલ્મનું ટ્રેલર બન્યું હતું જેને કરોડથી વધુ ડિસલાઈક મળી. હવે ગીત પણ એ જ રીતે લોકોના રોષનો ભોગ બની રહ્યું છે. આ ગીતને ગણતરીના કલાકોમાં 20 લાખથી વધુ વ્યૂઝ મળ્યાં છે. આ ગીતને અત્યાર સુધીમાં 81 હજાર જેટલી લાઈક્સ મળી છે જેની સામે ગીતને 3 લાખ 8 હજાર લોકોએ ડિસલાઈક કર્યું છે.
આ ગીત આદિત્ય રોય કપૂર અને આલિયા ભટ્ટ (Alia Bhatt) ના પાત્રોને નજીકથી જાણવાની તક આપતું ગીત છે. પરંતુ એક હદ સુધી આ ગીતનો વીડિયો નિરાશ કરનારો છે કારણ કે આદિત્ય રોય કપૂરની ભૂમિકા એકવાર ફરીથી રિપિટ થતી હોય તેવું જોવા મળે છે.
જુઓ VIDEO
'તુમ સે હી' ગીતમાં આદિત્ય રોય કપૂર એક પરેશાન ગાયક તરીકે જોવા મળે છે. જે આશિકી 2માં દારૂ પીતો જોવા મળ્યો હતો પરંતુ આ ગીતમાં તે એકલાપણા સામે ઝઝૂમી રહ્યો છે. જેમ કે રાહુલ જયકરે આશિકી 2માં પ્રેમીને પ્રેમિકા આરોહીથી દૂર રાખ્યો તે જ રીતે સડક 2માં તે પ્રેમિકા અરાયાથી અંતર જોવા મળી રહ્યું છે.
રિયાના ફોનની કોલ ડિટેલ્સથી થયો ચોંકાવનારો ખુલાસો, દિગ્ગજ અભિનેતાનું નામ સામે આવતા ખળભળાટ
શબ્દીર અહેમદ દ્વારા લેખિત અને રોમેન્ટિક સોંગના હિટમેકર અંકિત તિવારીના કમ્પોઝિશનવાળા આ ગીતને અંકિત તિવારી અને લીનાએ પોતાનો અવાજ આપ્યો છે. આદિત્ય રોય કપૂર સાથે અંકિત તિવારીનું આ ત્રીજુ ગીત છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે