Alia Bhatt Baby Photo: રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂરની એક ઝલક જોવા માટે ફ્રેનસ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી સોશિયલ મીડિયા પર આલિયા ની દીકરી રાહા ની જેટલી પણ તસવીરો સામે આવી છે તેમાં તેનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાતો નથી. તેવામાં ચાહકો પણ રાહાની ઝલક જોવા માટે આતુર થઈ રહ્યા છે. લોકોની આતુરતા વચ્ચે આલિયા ભટ્ટ એ instagram પર પિંક ફ્રોકમાં એક નાનકડી બાળકી નો ફોટો શેર કર્યો છે. આલિયા ભટ્ટ કે આ ફોટો શેર કર્યો કે તેના ફેન્સ તેને પ્રશ્ન પૂછવા લાગ્યા કે શું આ તેની દીકરી રાહા છે ?
આ પણ વાંચો:
SidKiara ના રિસેપ્શન માટે મીરા કપૂરે પહરેલી ન્યૂડ નેટ સાડીની કિંમત છે લાખોમાં
હનીમૂન નહીં કામ પહેલા...લગ્ન પછી ટ્રીપ કેન્સલ કરી Sidharth Malhotra એ શરુ કર્યુ કામ
દરિયા કિનારે બેકાબૂ થઈ ગઈ કવિતા કૌશિક, બીચ પર પતિ સાથે મસ્તી કરતાં કરી લીધી Kiss
આલિયા ભટ્ટ instagram ઉપર ઘણી બધી તસવીરો શેર કરી છે જેમાં એક નાનકડી બાળકી પિન્ક ફ્રોકમાં જોવા મળે છે. તેણે પિંક ફ્રોકની સાથે પગમાં પિંક શૂઝ અને માથામાં હેર બેન્ડ પણ લગાવી છે. બાળકી ખૂબ જ ક્યુટ દેખાય છે.
પરંતુ આલિયાએ બાળકીનો ફોટો શેર કરીને તેના કેપ્શન માં લખ્યું છે કે તે બાળકોના કપડા પ્રમોટ કરી રહી છે. આ ફોટોના કોમેન્ટ બોક્સમાં એક યુઝરે એવું પણ લખ્યું કે શું આ તમારી દીકરી છે ? અન્ય એક યુઝરે લખ્યું છે કે બધા વિચારી રહ્યા છે કે આ રાહા છે.
જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે દીકરીના જન્મ પછી અત્યાર સુધી પોતાની દીકરીનો ચહેરો દેખાડ્યો નથી. દીકરીનો જન્મ પછી બધા જ પેપરાઝી સામે આવ્યા હતા અને સોશિયલ મીડિયા પર દીકરીના ફોટો પોસ્ટ ન કરવાની વિનંતી કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે