Home> Entertainment
Advertisement
Prev
Next

Alia bhatt: એવોર્ડ્સમાં સુંદર ગ્રીન ગાઉનમાં જોવા મળી આલિયા ભટ્ટ, કિંમત જાણીને આવી જશે ચક્કર!

Alia bhatt: આલિયા ભટ્ટ હાલમાં જ ઝી સિને એવોર્ડ્સમાં પહોંચી હતી, જ્યાં તે સુંદર ગ્રીન ગાઉનમાં જોવા મળી હતી. હવે તે ગાઉનની કિંમતનો ખુલાસો થયો છે.

Alia bhatt: એવોર્ડ્સમાં સુંદર ગ્રીન ગાઉનમાં જોવા મળી આલિયા ભટ્ટ, કિંમત જાણીને આવી જશે ચક્કર!

Alia bhatt: આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. પહેલા તેની પ્રાઈવસીનો મામલો હેડલાઈન્સમાં હતો અને હવે તેના એક ડ્રેસની કિંમત ચર્ચાનો વિષય બની ગઈ છે. તાજેતરમાં આલિયા ભટ્ટે મુંબઈમાં ઝી સિને એવોર્ડ્સમાં હાજરી આપી હતી. આ એવોર્ડ શોમાં તે ગ્રીન થાઈ હાઈ સ્લિટ ગાઉનમાં જોવા મળી હતી. હવે આ ગાઉનની કિંમત પણ સામે આવી છે.

fallbacks

fallbacks

એમ તો ફિલ્મ સ્ટાર્સ જે પણ પહેરે છે તે મોંઘુ જ હોય છે. આલિયા ઘણા પ્રસંગોએ મોંઘા ડ્રેસ, બેગ અને જ્વેલરીમાં જોવા મળે છે. તો આ વખતે તે લાખોની કિંમતના ગાઉનમાં જોવા મળી છે. આલિયા ભટ્ટે પહેરેલા ગ્રીન ગાઉનની કિંમત 1 લાખ 71 હજાર 740 રૂપિયા છે. સામાન્ય લોકોની દૃષ્ટિએ આ કિંમત ઘણી વધારે છે. આ ગાઉન ફેશન બ્રાન્ડ કોસ્ટારેલોસ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ પહેલા નવા વર્ષ પર પણ આલિયાએ ખૂબ જ મોંઘો ડ્રેસ પહેર્યો હતો. તે સમયે તેણે જે પાયજામો પહેર્યો હતો તેની કિંમત લગભગ 75 હજાર 500 રૂપિયા હતી.

આ પણ વાંચો
Tuesday Upay: મંગળવારે કરો હનુમાનજીના આ 4 ઉપાય, તમામ સમસ્યાઓ થશે દૂર
જો સપનામાં જોવા મળે આ 5 વસ્તુઓ તો ખુલી જશે તમારી કીસ્મત, તિજોરીમાં થશે ધનના ઢગલા
આ પાંચ રાશિના લોકો પર વરસશે ભગવાન શિવની કૃપા, ધન-ધાન્યમાં થશે વધારો

fallbacks

આ ડ્રેસમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી
આલિયાએ એવોર્ડ શોમાં પિસ્તા લીલા રંગનો જ્યોર્જેટ ગાઉન પહેર્યો હતો. તેનું ફેબ્રિક એવું હતું કે તે આલિયાના લુકને વધુ ગ્લેમરસ બનાવી રહ્યું હતું. ડ્રેસમાં ફોલ્ડ્સની વિગતો ખૂબ જ બારીકાઈથી કરવામાં આવી હતી. પોતાના લુકને નિખારવા માટે આલિયા ભટ્ટે ડ્રેસ સાથે ડાયમંડ નેકલેસ પહેર્યો હતો.

આલિયા ભટ્ટને મળ્યો એવોર્ડ 
આલિયા ભટ્ટને ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી માટે ઝી સિને એવોર્ડ્સમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આ સમારોહમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ડાર્લિંગ માટે તેને શ્રેષ્ઠ અભિનેત્રીનો જ્યુરી એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. આ સમારોહમાં કાર્તિક આર્યનને ભૂલ ભુલૈયા 2 માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.

ફિલ્મોની વાત કરીએ તો આલિયા ભટ્ટ છેલ્લે પતિ રણબીર કપૂર સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં જોવા મળી હતી. તેની ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આલિયાની આગામી ફિલ્મોમાં રોકી અને રાનીની લવસ્ટોરી અને હોલીવુડની ફિલ્મ હાર્ટ સ્ટોનનો સમાવેશ થાય છે.

fallbacks

આ પણ વાંચો:
હોળી સાથે જોડાયેલી પૌરાણિક કથા, હોળાષ્ટકમાં કેમ મંગલ કામ કરવામાં આવતા નથી?
Holi 2023: ધૂળેટી પર કેમ સફેદ કપડાં પહેરવાનો છે ટ્રેન્ડ, જાણો આ 5 વાત

Holi 2023: આ ધુળેટી પર રંગથી રમતા પહેલા રાખો આટલું ધ્યાન..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More