Home> Entertainment
Advertisement
Prev
Next

આલિયા ભટ્ટ બોલી ઉઠી 'રણબીર', તો બની મજાકનું પાત્ર, થયો મોટો પર્દાફાશ

આલિયા ભટ્ટ કલંક ફિલ્મના પ્રમોશન માટે ટીમ સાથે હતી ત્યારે એક મોટી ઘટના સામી આવી. વરૂણ ધવને આલિયાની ટીખળ કરતાં તેણી રણબીર કપૂરને લઇને એક શબ્દ બોલી તો ઉપસ્થિત બધા લોકોમાં આલિયા મજાકનું પાત્ર બની અને આલિયાના સંબંધનો મોટા પર્દાફાશ થઇ ગયો, બાદમાં આ ઘટનાથી આલિયા શરમથી લાલ થઇ ગઇ...

આલિયા ભટ્ટ બોલી ઉઠી 'રણબીર',  તો બની મજાકનું પાત્ર, થયો મોટો પર્દાફાશ

નવી દિલ્હી : બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ હાલમાં રિલીઝ થવા જઇ રહેલી કલંક ફિલ્મના પ્રમોશનમાં ભારે વ્યસ્ત જોવા મળી રહી છે. કલંક ટીમ સાથે તે અવારનવાર પ્રમોશન કાર્યક્રમોમાં હાજરી આપે છે. આ દરમિયાન એક એવી ઘટના ઘટી કે આલિયા શરમના મારી લાલ થઇ ગઇ. આલિયા કલંક ટીમ વરૂણ ધવન, સોનાક્ષી સિંહા અને આદિત્ય રોય કપૂર સાથે એક શો પર કલંક ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચી હતી. આ સમયે બાજુમાં બેઠેલ વરૂણ આલિયાની ચોટી પકડીને ખેંચવા લાગે છે તો આ સમયે આલિયાના મોંમાંથી વરૂણ ને બદલે રણબીર નીકળી જાય છે. બાદમાં આ વાતનો ખ્યાલ આવતાં તે શરમાઇ જાય છે પરંતુ ઉપસ્થિત લોકોમાં તે હાસ્યાપદ બને છે. 

fallbacks

મસ્તીનો વીડિયો વાયરલ
આલિયા ભટ્ટ એકાએક રણબીર બોલી જતાં બાજુમાં બેઠેલ આદિત્ય રોય, સોનાક્ષી સિંહા અને વરૂણ ધવન ખડખડાટ હસવા લાગે છે તો બીજી તરફ આલિયા નાજુક નમણી નારની જેમ શરમાઇ ઉઠે છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આલિયા અને રણબીરના સંબંધોને ઉઘાડા પાડતો આ વીડિયો ઝડપથી જોવાઇ રહ્યો છે. 

17મીએ રિલીઝ થશે કલંક
મલ્ટી સ્ટાર ફિલ્મ કલંક આ મહિનાની 17મીએ રિલીઝ થવાની છે. આલિયા ભટ્ટ, સોનાક્ષી સિંહા, માધુરી દીક્ષિત, વરૂણ ધવન, આદિત્ય રોય, અનિલ કપૂર સહિત દિગ્ગજ સ્ટાર સાથેની આ ફિલ્મને લઇને બધાને સારી આશા છે. મલ્ટી સ્ટારર આ ફિલ્મ માટે હાલમાં પ્રમોશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. 

આલિયાએ રણબીરને કહ્યું આઇ લવ યૂ...
બોલીવુડ એક્ટર રણબીર કપૂર અને અભિનેત્રી આલિયા ભટ્ટ આ દિવસોમાં સતત મીડિયામાં છવાયેલા રહે છે. તાજેતરમાં 64મા ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં આલિયા ભટ્ટે જાહેરમાં રણબીર કપૂરને આઇ લવ યૂ કહીને પોતાના પ્યારનો એકરાર કર્યો હતો. આ એવોર્ડ શોમાં ફિલ્મ રાઝી માટે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર લેવા માટે આલિયા મંચ પર આવી તો તેણીએ રણબીરને ખાસમખાસ ગણાવ્યો હતો.

બ્રહ્માસ્ત્રમાં સાથે દેખાશે રણબીર-આલિયા
આલિયાના આ અંદાજે દર્શકોને ચોંકાવી દીધા છે તો રણબીર કપૂર શરમનો માર્યો લાલ થઇ રહ્યો છે. આલિયા અને રણબીરના સંબંધને એમના પરિવારની પણ હા મળી ચૂકી છે. આલિયા અને રણબીરના સંબંધ ગાઢ બની રહ્યા છે. ફિલ્મફેરના ફોટો શેયર કરતાં રણબીર કપૂરની માતા નીતૂ સિંહે શુભેચ્છાઓ આપતાં અને આનંદની લાગણી વ્યક્ત કરતાં ઇંસ્ટાગ્રામ પર લખ્યું કે આવી પળો તણાવ દુર કરે છે.  આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ એક સાથે જોવા મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More