Home> Entertainment
Advertisement
Prev
Next

રણબીર અને આલિયાના લગ્નની તારીખ સામે આવી, જાણ ક્યારે ફરશે સાત ફેરા; પરંતુ...

Ranbir Alia Wedding: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની તારીખની જાહેરાત થઈ ચૂકી છે. જી હા, તાજેતરમાં રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બંને એપ્રિલના બીજા અઠવાડિયામાં સાત ફેરા લઈ શકે છે. જો કે, લગ્ની તારીખ એક-બે દિવસ આગળ-પાછળ પણ થઈ શકે છે.

રણબીર અને આલિયાના લગ્નની તારીખ સામે આવી, જાણ ક્યારે ફરશે સાત ફેરા; પરંતુ...

નવી દિલ્હી: જે લગ્નની રાહ બોલીવુડના દિવાના કરી રહ્યા છે, તે લગ્ની તારીખ જાહેર થઈ ગઈ છે. જી હા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ મહિનામાં લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. ફેન્સ લાંબા સમયથી આ બંનેને સાત ફેરા લેતા જોવા ઇચ્છી રહ્યા છે અને હવે ફેન્સની પ્રાર્થના કામ કરી રહી છે. રણબીર અને આલિયાના લગ્નના સમાચાર તો ખૂબ ફેલાયા પરંતુ આ વખતે તો તારીખ વાળા સમાચાર પર મોહર લાગી રહી છે.

fallbacks

રણબીર આલિયાના લગ્ની તારીખ
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં દુલ્હા-દુલ્હન બનવા જઈ રહ્યા છે. આ લગ્ન એપ્રિલના બીજા અઠવાડિયામાં એટલે કે 17 એપ્રિલના યોજાશે. પરંતુ તમને એ પણ જણાવી દઈએ કે, આ તારીખમાં ફેરફાર પણ કરવામાં આવી શકે છે. આ તારીખ એક-બે દિવસ આગળ-પાછળ થઈ શકે છે અને તેની પાછળનું કારણ આલિયાના નાનાનું સ્વાસ્થ્ય છે. જે દિવસે તેમનું સ્વાસ્થ્ય સારુ થશે તે દિવસે આ કપલ સાત ફેરા લેશે.

The Kashmir Files મામલે બોલીવુડની આ એક્ટ્રેસે તો હદ કરી, ફિલ્મ અંગે કરી એવી વાત કે...

આરકે હાઉસમાં કરશે લગ્ન
તમને જણાવી દઈએ કે, આ વાતનો ખુલાસો તો પહેલા પણ થઈ ચૂક્યો છે કે ઋષિ કપૂર અને નીતુ કપૂરે 20 જાન્યુઆરી 1980 ના રોજ આરકે હાઉસમાં સાત ફેરા લીધા હતા. પોતાના પેરેન્ટ્સની જેમ રણબીર કપૂર પણ ચેમ્બુર સ્થિત કપૂર પરિવારના પૈતૃક ઘર આરકે હાઉસમાં આલિયા ભટ્ટ સાથે લગ્ન કરવા ઇચ્છે છે. વેડિંગ સેરેમનીમાં લગભગ 450 મહેમાન સામેલ થશે. આ લગ્નમાં પરિવારના નજીકના લોકો જ સામેલ થશે. એટલું જન હીં આ લગ્નના ફન્ક્શન એકથી બે દિવસ માટે જ રાખવામાં આવ્યા છે.

Gold Price Today: સોનાના ભાવમાં થયો ઘટાડો, જાણો આજે કેટલી છે 10 ગ્રામની કિંમત?

આ ફિલ્મમાં જોવા મળશે કપલ
ઉલ્લેખનીય છે કે, હાલમાં આલિયા અને રણબીર તેમની નવી ફિલ્મ બ્રહ્માસ્ત્રને લઇને ચર્ચામાં છે. ચાર વર્ષ બાદ હાલમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું છે. તેમાં રણબીર-આલિયા ઉપરાંત અમિતાભ બચ્ચન અને મોની રોય જેવા સ્ટાર પર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મથી આલિયા અને રણબીરનો લુક સામે આવ્યો છે. આ મૂવી 9 સપ્ટેમ્બર 2022 ના રોજ થિયેટરમાં રિલિઝ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More