Home> Entertainment
Advertisement
Prev
Next

Fact Check: Ranbir Kapoor બાદ શું Alia Bhatt પણ થઈ કોરોના પોઝિટિવ? આ છે સત્ય

રણબીર કપૂર (Ranbir Kapoor) અને સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) કોવિડ પોઝિટવ આવ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે, આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ કોવિડ પોઝિટિવ આવી છે

Fact Check: Ranbir Kapoor બાદ શું Alia Bhatt પણ થઈ કોરોના પોઝિટિવ? આ છે સત્ય

નવી દિલ્હી: રણબીર કપૂર (Ranbir Kapoor) અને સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) કોવિડ પોઝિટવ આવ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે, આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ કોવિડ પોઝિટિવ આવી છે. જ્યારે સત્ય કંઇક અલગ છે. આલિયા કોવિડ નેગેટિવ આવી છે અને તે હાલ સેલ્ફ આઇસોલેશનમાં છે.

fallbacks

આ કારણેથી ફેલાયા સમાચાર
રણબીર કપૂર (Ranbir Kapoor) અને સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) બંને સાથે જ આલિયા રેગ્યુલર કોન્ટેક્ટમાં છે. એક તરફ તે સંજય લીલા ભણસાલી સાથે ગંગુબાઈ કાઠિયાવાડીનું (Gangubai Kathiwadi) શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે બીજી તરફ તે રણબીરની ગર્લફ્રેન્ડ હોવાની સાથે તેની સાથે ફિલ્મમાં પણ કામ કરી રહી છે. આલિયા તાજેતરમાં રણબીર સાથે બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં પણ કામ કરી રહી છે.

આ પણ વાંચો:- રણબીર કપૂર બાદ સંજય લીલા ભણસાલીને કોરોના, આલિયા પણ થઈ આઈસોલેટ

આલિયાનો રિપોર્ટ આવ્યો છે કોરોના નેગેટિવ
આવી સ્થિતિમાં લોકોએ સોશિયલ મીડિયા પર અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું કે આલિયા ભટ્ટ (Alia Bhatt) પણ કોરોના પોઝિટિવ આવી છે. પરંતુ એવું નથી. બોલીવૂડ લાઇફમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, કોરોના નેગેટિવ આવ્યા પછી પણ આલિયા સેલ્ફ આઇસોલેશનમાં છે અને કોરોના તમામ નિયમોનું પાલન કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજય લીલા ભણસાલીએ તેના સેટમાં બધા લોકોના કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તે જ સમયે, તેમની માતાનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. આ સમય દરમિયાન, આલિયાએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તે કોરોના નેગેટિવ આવી છે.

આ પણ વાંચો:- રીલિઝ થયું 'Saina'નું Trailer, 'ચીનની દિવાલ' તોડવા આવી રહી છે Parineeti Chopra

આલિયા આ ફિલ્મોમાં જોવા મળશે
તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ (Alia Bhatt) ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. આલિયા ભટ્ટ ટૂંક સમયમાં 'બ્રહ્માસ્ત્ર' અને 'ગંગુબાઈ કાઠીવાડી'માં (Gangubai Kathiwadi) જોવા મળશે. આ સાથે આલિયા ભટ્ટ પણ પ્રોડક્શન ક્ષેત્રે પોતાનો હાથ અજમાવી રહી છે. ફિલ્મ 'ડાર્લિંગ્સ' પણ તેના નવા બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. આ ફિલ્મના સહ નિર્માતા શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More