નવી દિલ્હી :બોલિવુડની ટોપ એક્ટ્રેસ આલિયા ભટ્ટ (Alia Bhatt) હંમેશા વિચાર્યા-સમજ્યા વગર બોલવાને લઈને સમચારમાં છવાયેલી રહે છે. આ બાબતને લઈને હંમેશા સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડતી હોય છે. પંરતુ હવે ફરી એકવાર સ્ટેજ પર બેસીને આલિયા ભટ્ટની જીભ લપસી હતી. હાલમાં જ આલિયા ભટ્ટ, કરીના કપૂર (Kareena Kapoor) સાથે જિયો મામી મૂવી મેલા વિધ સ્ટાર્સ 2019માં પહોંચ્યા હતા. જ્યાં આલિયા ભટ્ટ કરણ જૌહર (Karan Johar) ના એક સવાલ પર જવાબ આપી રહી હતી, અને માઈક પર તે એક અશ્લીલ શબ્દ બોલી હતી. આ બોલતા જ સાંભળનારા હેરાન થઈ ગયા હતા. હવે આ વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. જુઓ આ વીડિયો...
કરણ જૌહર દ્વારા પૂછાયેલ કરીના કપૂર પરના એક સવાલના જવાબમાં આલિયાએ કહ્યું કે, તેણે પોતાના જીવનમાં એક બાદ એક હટકે ફિલ્મો કરે છે. લોકો કહે છે કે, લગ્ન બાદ જિંદગી થોડી સ્લો થઈ જાય છે. પંરતુ તેની સાથે એવું ન થયું. પછી લોકોએ કહ્યું કે, તમારા બાળકો થશે તો આવું છશે, પરંતુ કરીના કપૂરે તે માન્યતા ખોટી પાડી. તે હંમેશાથી મારા અને મારા ફ્રેન્ડ્સની પ્રેરણા રહી છે. હું જ્યારે પણ તેની તસવીરો જોઉં છું તો લાગે છે કે તે કેટલી હોટ છે, કેટલી સુંદર છે. તે ચપ્પલ, ટ્રેક પેન્ટ અને ટીશર્ટમાં પણ બહુ જ સુંદર લાગે છે.
પરંતુ આ બોલતા બોલતા વચ્ચે જ આલિયાના મોઢામાંથી એક સ્લૈંગ નીકળી ગયો, જેના તરત બાદ આલિયા થોડી નર્વસ થઈ ગઈ હતી. કરીનાએ પણ આ શબ્દ પર જોરદાર રિએક્શન આપ્યું હતું. તો કરણ જૌહર સાંભળીને જોરજોરથી હસવા લાગ્યો અને આલિયાને ટપારીને બોલ્યા કે, ‘શું મેં તારો ઉછેર આવી રીતે કર્યો છે.’
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે