Home> Entertainment
Advertisement
Prev
Next

વિવાદોમાં ઘેરાઇ 'Gangubai Kathiawadi', Alia Bhatt અને Sanjay Leela Bhansali વિરૂદ્ધ કેસ દાખલ

(Gangubai Kathiawadi) ગંગૂબાઇના પરિવારે ફિલ્મ મેકર્સ અને આલિય ભટ્ટ વિરૂદ્ધ બોમ્બે સિટી  સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો છે. જોકે ફિલ્મની કહાની પર ગંગૂબાઇના પરિવારે આપત્તિ વ્યક્ત કરી છે.  

વિવાદોમાં ઘેરાઇ 'Gangubai Kathiawadi', Alia Bhatt અને Sanjay Leela Bhansali વિરૂદ્ધ કેસ દાખલ

નવી દિલ્હી: બોલીવુડ નિર્દેશક સંજય લીલા ભણસાલી (Sanjay Leela Bhansali) અને અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) પહેલીવાર ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીમાં સાથે જોવા મળશે. ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે, ફેન્સ મૂવીનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. સંજય-આલિયા ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi) ફિલ્મ મેકિંગ દરમિયાન વિવાદોમાં ઘેરાઇ ગઇ છે. 

fallbacks

(Gangubai Kathiawadi) ગંગૂબાઇના પરિવારે ફિલ્મ મેકર્સ અને આલિય ભટ્ટ વિરૂદ્ધ બોમ્બે સિટી  સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો છે. જોકે ફિલ્મની કહાની પર ગંગૂબાઇના પરિવારે આપત્તિ વ્યક્ત કરી છે.  

કોર્ટે માંગ્યો જવાબ
ગંગૂબાઇના પરિવારે ફિલ્મના લેખક હુસૈન જૈદી, સંજય લીલા ભણસાલી અને આલિયા ભટ્ટ વિરૂદ્ધ કેદ દાખલ કરાવ્યો છે. કોર્ટે આ કેસ પર આ ત્રણેયને 7 જાન્યુઆરી 2021ના રોજ જવાબ આપવા માટે કહ્યું છે. સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેર્શિત ફિલ્મ ગંગૂબાઇના લેખક હુસૈન જૈદીના પુસ્તક 'માગિયા કીન્સ ઓફ મુંબઇ'ને આધારે બનાવવામાં આવી રહી છે. 

Gold Price Today, 24 December 2020: આજે સોના-ચાંદીમાં જોવા મળી સુસ્તી, જાણો આજનો ભાવ

આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યું છે. એવામાં હવે ફિલ્મ વિરૂદ્ધ ફરિયાદ દાખલ થતાં મુશ્કેલી ઉભી થવાની છે. જોકે આ મામલે આલિયા અને સંજય ભણસાલી તરફથી કોઇપણ પ્રકારનું સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. 

કોણ હતી ગંગૂબાઇ
ગંગૂબાઇ કાઠિયાવાડી (Gangubai Kathiawadi ) પોતાના સમયગાળામાં એક મોટી માફિયા ક્વિન હતી. ગંગૂબૈના પતિએ તેમને ફક્ત 500 રૂપિયામાં વેચી દીધી હતી. ત્યારબાદથી જ ગંગૂબાઇ વેશ્યાવૃત્તિમાં લિપ્ત થઇ ગઇ હતી. તેમણે અસહાય અને જરૂરિયાતમંદ છોકરીઓ માટે ઘણું કામ કર્યું હતું. ગંગૂબાઇના રોલમાં આલિયા ભટ્ટ જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં અજય દેવગણ (Ajay Devgan) કેમિયો રોલમાં જોવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More