Home> Entertainment
Advertisement
Prev
Next

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની નવી સેલ્ફીએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ!

આલિયા અને રણબીરની એક સેલ્ફી સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. આ જોડીનાં ફેન્સ જાણે કે આવી જ કોઈ સેલ્ફીની રાહ જોઈ રહ્યા હતા

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની નવી સેલ્ફીએ ઈન્ટરનેટ પર મચાવી ધૂમ!

નવી દિલ્હીઃ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે દેખાવાની છે. જોકે, આ બંને પોતાની ફિલ્મ કરતાં પણ કથિત અફેરના કારણે આજકાલ વધુ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલાં જ આલિયાએ પોતાની બહેનપણીઓ સાથે એક ફોટો શેર કર્યો હતો, જેની ક્રેડિટ તેણએ રણબીર કપૂરને આપી હતી. 

fallbacks

હવે આલિયા અને રણબીરની એક નવી સેલ્ફી સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહી છે. આ જોડીના ફેન્સ જાણે કે આવી જ કોઈ સેલ્ફીની રાહ જોઈ રહ્યા હતા. આ સેલ્ફીએ બહાર આવતાંની સાથે જ સોશિયલ મીડિયાના દરેક માધ્યમમાં ધૂમ મચાવેલી છે. 

 

 

Rate-O-Meter Of Cuteness Is Just At Another Level @aliaabhatt #ranbirkapoor

A post shared by Ranbir Kapoor (@rkians_forever) on

પ્રાપ્ત માહિતી અનુસાર આ ફોટો ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ દરમિયાન બુલગેરિયામાં લેવાયો હતો. ફોટામાં રણબીર દાંત ચમકાવતો દેખાઈ રહ્યો છે તો આલિયા પાઉટ કરતી જોવા મળી રહી છે. આ ફિલ્મમાં આલિયા અને રણબીર ઉપરાંત અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે. 

તાજેતરમાં જ આલિયાને જ્યારે પુછવામાં આવ્યું હતું કે, શું તે આવતા વર્ષે રણબીર સાથે લગ્ન કરવાની છે? તો આ સવાલના જવાબમાં આલિયાએ જણાવ્યું હતું કે, "હું અફવાઓ પર ધ્યાન આપતી નથી. અફવાઓ કંઈ કહેવા કે જવાબ આપવા માટે હોતી નથી." આલિયાએ વધુમાં જણાવ્યું કે, "જ્યાં સુધી તમે મારા બાથરૂમમાં પ્રવેશતા નથી ત્યાં સુધી બધું જ બરાબર છે. (એટલે કે તમે મારા અંગત જીવનમાં ડોકિયું કરતા નથી ત્યાં સુધી ઠીક છે). જો લોકો મારા અંગે વાતો કરતા નથી તેનો અર્થ એ છે કે હું એટલી લોકપ્રિય નથી. આથી, જો લોકો મારા અંગે ચર્ચા કરી રહ્યા છે તો તેનો અર્થ એવો થયો કે હું લોકપ્રિય છું. સાચું કહું તો વ્યવસાયિક અને અંગત જીવનમાં હું ખુબ જ ખુશ છું."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More