Home> Entertainment
Advertisement
Prev
Next

અમર સિંહે માગી અમિતાભ બચ્ચનની માફી, VIDEOમાં જણાવ્યું લડવાનું વાસ્તવિક કારણ


અમર સિંહે અમિતાભ બચ્ચનની માફી માગી છે, તેમણે ટ્વીટ કર્યું છે કે, તેઓ જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યાં છે. તેમણે એક વીડિયો પણ જારી કર્યો છે, જેમાં અમિતાભ માટે ઘણી વાતો કહેવામાં આવી છે. 
 

અમર સિંહે માગી અમિતાભ બચ્ચનની માફી,  VIDEOમાં જણાવ્યું લડવાનું વાસ્તવિક કારણ

લખનઉઃ સિંગાપુરમાં કિડનીની સારવાર કરાવી રહેલા સમાજવાદી પાર્ટી (એસપી)ના પૂર્વ નેતા અમર સિંહે ક્યારેક પોતાના પાક્કા મિત્ર રહેલા બોલીવુડના અભિનેતા અમિતાભ બચ્ચનની માફી માગી છે. ગંભીર રૂપથી બીમાર અમર સિંહે કહ્યું કે, તેઓ જિંદગીનો જંગ લડી રહ્યાં છે અને જીવનના આ સમય પર અમિતાભ બચ્ચનની માફી માગે છે. તેમણે એક વીડિયો સંદેશ અને સાથે ટ્વીટના માધ્યમથી અમિતાભ નામે આ માફીનામું જારી કર્યું છે. અમરે કહ્યું કે, અમિતાભ બચ્ચન સંબંધમાં તણાવ છતાં હંમેશા પોતાની ફરજ નિભાવતા રહ્યાં, જ્યારે તેમણે નફરત વધારવાનું કામ કર્યું છે. 

fallbacks

અમર સિંહે લખ્યું છે, 'આજે મારા પિતાની પુણ્યતિથિ છે અને મને તેને લઈને અમિતાભ બચ્ચન જીનો એક મેસેજ મળ્યો. આજે જીવનના તે સમયમાં જ્યારે હું જિંદગી અને મોત સાથે લડી રહ્યો છું, હું અમિત જી અને તેમના પરિવારી મારી ટિપ્પણીઓને લઈને માફી માગવા ઈચ્છુ છું. ઈશ્વર તે બધા પર પોતાના આશીર્વાદ બનાવી રાખે.'

તૂટવાનું દુખ પણ એટલું વધુ હોય છે
ક્યારેક બચ્ચન પરિવારના ખુબ નજીકના રહેલા અમર સિંહે કહ્યું, 'આજના દિવસે મારા પૂજ્ય પિતાજીનો સ્વર્ગવાસ થયો હતો. આ તારીખે છેલ્લા એક દાયકાથી સતત અમિતાભ બચ્ચન સંદેશ મોકલતા રહ્યાં છે. જ્યારે બે વ્યક્તિઓમાં ખુબ સ્નેહ હોય છે અને તેમાં થોડી ઓછી કે વધુ અપેક્ષાઓ કે ઉપેક્ષાઓ હોય છે. આ સંબંધમાં ખુબ ઉભરો આવે છે અને ખુબ ઉગ્ર પ્રતિક્રિયાઓ આવે છે. સંબંધ જેટલો વધુ નજીક હોય છે તેનું તૂટવાનું દુખ એટલું ભયાનક હોય છે.'

જુમ્મા ચુમ્માની ના કેમ નથી પાડતા
મહિલા અપરાધો પર જયા બચ્ચને એક ભાષણ આપ્યું હતું. તેના પર અમર સિંહે પલટવાર કર્યો હતો અને કહ્યું હતું, 'તમે માતા છો, પત્ની છો. માતા-પત્નીના હાથમાં સામાજિક રિમોટ હોય છે. તમે તમારા પતિને કેમ કહેતા નથી કે જુમ્મા ચુમ્મા દેદે, ન કરે. તમે તમારી પુત્રવધુને કેમ કહેતા નથી કે આ જે દિલ છે  મુશ્કિલમાં જે તેમણે પાત્ર ભજવ્યું છે તે ન કરે. તમે કમારા અભિષેકને કેમ કહેતા નથી કે, જેમાં નાયિકા લગભગ નગ્ન થઈ જાય છે, કે આવા દ્રશ્ય ન કરે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More