Home> Entertainment
Advertisement
Prev
Next

ઇશા અંબાણીના સંગીતમાં નાચશે બિયોન્સે ! ફી જાણીને ઉડી જશે હોંશ

હાલમાં ઇટાલીના ટોચના ટુરિસ્ટ સ્પોટ લેક કોમો ખાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની સગાઈ કરવામાં આવી હતી

ઇશા અંબાણીના સંગીતમાં નાચશે બિયોન્સે ! ફી જાણીને ઉડી જશે હોંશ

નવી દિલ્હી : મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને સ્વાતિ-અજય પિરામલના દીકરા આનંદ પિરામલના લગ્ન 10 ડિસેમ્બરે યોજાવાના છે. આ લગ્ન પહેલાં ઉદેપુર ખાતે 8 ડિસેમ્બર અને 9 ડિસેમ્બરના દિવસે પ્રિ વેડિંગ સેરિમની યોજાવાની છે. ચર્ચા પ્રમાણે આ સમય દરમિયાન યોજાનાર સંગીત સેરિમનીમાં ટોચની પોપસિંગર બિયોન્સેને પર્ફોમન્સ માટે બોલાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે અને આ માટે 15 કરોડ રૂ. જેટલી માતબર ફી ચૂકવવામાં આવશે. ઇશા અને આનંદ બંને બિયોન્સેના જબરદસ્ત ફેન છે એટલે તેઓ આ સરપ્રાઇઝથી બહુ ખુશ છે. 

fallbacks

Koffee With Karan Season 6 Episode 1: આલિયા અને દીપિકાએ કર્યા પાંચ મોટા ખુલાસા

હાલમાં ઇટાલીના ટોચના ટુરિસ્ટ સ્પોટ લેક કોમો ખાતે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની સગાઈ કરવામાં આવી હતી. આનંદ પીરામલ સાથે થયેલી આ સગાઇમાં બોલિવૂડના ટોચના કલાકારોએ હાજરી આપી હતી. આ તમામ સેલિબ્રિટીઓમાં બધાનું આકર્ષણનું કેન્દ્ર બની હતી પ્રિયંકા ચોપડા અને નિક જોનાસની જોડી. પ્રિયંકા અને તેના ફિયાન્સે નિકે પોતાના બોલિવૂડના મિત્રોને ભરપુર સમય આપ્યો અને જાણો વર્ષો જૂની મિત્રતા હોય એમ તેમની સાથે મજા માણી હતી.

Happy Birthday Prabhas: જાણો 'બાહુબલી' સ્ટારની ખાસમખાસ 5 વાતો

આ પહેલા આ વર્ષે આનંદ પીરામલે ઇશા અંબાણીને મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ મે મહિનામાં ઇશા-આનંદ ગોળ-ધાણાના ફંક્શનમાં બન્ને પરિવારની હાજરીમાં ઉજવણી કરાઈ હતી.. ઉપરાંત આ વર્ષે ઇશાના ભાઇ આકાશ અંબાણીએ શ્લોકા મહેતા સાથે સગાઇ કરી હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More