Home> Entertainment
Advertisement
Prev
Next

Ameesha Patel: મારી સફળતાની તે સમયના સ્ટારકિડ્સને ઈર્ષા થતી.. ઘણી ફિલ્મો છીનવી લીધી, અમીષા પટેલનો ધડાકો

Ameesha Patel: અમીષા પટેલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યું હતું અને જેમાં તેણે પોતાને આઉટસાઇડર ગણાવીને કહ્યું હતું કે કેટલાક કલાકારો જે ફિલ્મ પરિવાર સાથે સંબંધ ધરાવે છે તેઓ તેની સફળતાની ઈર્ષા કરતા હતા. અને તેના હાથમાંથી ઘણી ફિલ્મો લઈ લેવામાં આવી હતી.

Ameesha Patel: મારી સફળતાની તે સમયના સ્ટારકિડ્સને ઈર્ષા થતી.. ઘણી ફિલ્મો છીનવી લીધી, અમીષા પટેલનો ધડાકો

Ameesha Patel: બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ એક પછી એક વિવાદોને લઈને ચર્ચામાં આવી રહી છે. સ્થિતિ એવી છે કે અમીષા પટેલ ગદર 2 કરતા વધારે તો વિવાદના કારણે ચર્ચામાં છે. અમીષા પટેલે ગદર 2ના મેકર્સ પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા હતા અને હવે તે નવા મુદ્દાના કારણે ચર્ચામાં છે. અમીષા પટેલે તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યું હતું અને જેમાં તેણે પોતાને આઉટસાઇડર ગણાવીને કહ્યું હતું કે કેટલાક કલાકારો જે ફિલ્મ પરિવાર સાથે સંબંધ ધરાવે છે તેઓ તેની સફળતાની ઈર્ષા કરતા હતા. અને તેના હાથમાંથી ઘણી ફિલ્મો લઈ લેવામાં આવી હતી.

fallbacks

અમીષા પટેલે પોતાના આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે ફિલ્મ કલાકારોના બાળકો અને પ્રોડ્યુસરસના બાળકોને જ ફિલ્મોમાં કાસ્ટ કરવામાં આવતા હતા. અભિનેત્રીએ ત્યાં સુધી કહી દીધું કે તે સમયે જોડી પણ એક્ટર્સ અને પ્રોડ્યુસરના સંતાનો સાથે જ બનતી હતી. તેણે પોતાની સાથે કરીના કપૂર, અભિષેક બચ્ચન, ઋત્વિક રોશન, તુષાર કપૂર અને ફરદીન ખાનના નામ પણ લીધા. તેણે કહ્યું કે આ લોકોની સામે તે આઉટ સાઈડર હતી. અભિનેત્રીએ કહ્યું કે તેને તે સમયે સ્નોબ કહેવામાં આવતી હતી. કારણ કે તે ભણેલી ગણેલી આઉટસાઇડર હતી. 

આ પણ વાંચો: 

Bollywood: જ્યારે આ પ્રખ્યાત અભિનેત્રીએ કબૂલી વેશ્યાવૃતિની વાત તો મચી ગયો હોબાળો...

Salaar Starcast: સાલાર ફિલ્મની સ્ટાર કાસ્ટની ફી એક તરફ અને એકલા પ્રભાસની ફી એકતરફ..

SRK એ વગાડ્યો ડંકો Jawan અને Dunki ફિલ્મે રિલીઝ પહેલા કરી 480 કરોડની કમાણી

અમીષા પટેલે પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઋત્વિક રોશન સાથે તેની જોડી રાતોરાત હીટ થઈ તો ઘણા લોકોને ઈર્ષા થવા લાગી હતી. તેમાં પણ ગદર, બદ્રી અને સાઉથની ઘણી ફિલ્મો કર્યા બાદ તેના કંટેમ્પ્રેરી સ્ટાર્સ તેની સફળતા જોઈ શક્યા નહીં. તેમને પ્રશ્ન થતો કે એક આઉટસાઈડર કેવી રીતે ગોડફાધર વિના સફળ થઈ રહી છે. 

અમીષા પટેલે આગળ કર્યું કે તેના કંટેમ્પ્રેરી સ્ટાર્સે ઈર્ષાના કારણે ઘણી ફિલ્મો તેના હાથમાંથી છીનવી લીધી હતી. ત્યારે તેને સમજાયું નહીં કે શા માટે રાતોરાત તેને ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવી રહી છે. ફિલ્મ સાઈન પણ થઈ ગઈ હોય અને શૂટિંગ સમયે તેને ફિલ્મમાંથી બહાર કરી દેવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More