Home> Entertainment
Advertisement
Prev
Next

Aamir Khan Apology: 'આપણે બધા માણસ છીએ, આપણાથી ભૂલ થઈ જાય છે', પહેલા માફી માંગી પછી ડિલીટ કર્યો Video

Aamir Khan Apology: આમિર ખાનની મુસીબતો ઓછી થવાનું નામ લેતી નથી. જે ફિલ્મને લઈને અભિનેતા ખુબ જ એક્સાઈટેડ હતા તે ફિલ્મ પડદા પર ખરાબ રીતે પીટાઈ ગઈ. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ હવે અભિનેતા એકદમ ગાયબ થઈ ગયા છે. પરંતુ આ ફિલ્મના ફ્લોપ જવાથી તેઓ કેટલા દુ:ખી છે તે વાત કોઈનાથી છૂપાયેલી નથી. અનેક મીડિયા રિપોર્ટ્સમાં તો એ પણ દાવો થઈ રહ્યો છે કે તેમણે ફિલ્મ માટે ફી લેવાની પણ ના પાડી દીધી છે જેથી કરીને મેકર્સના ખિસ્સા પર વધુ ભાર ન પડે. આ નિર્ણય બાદ હવે આમિર ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. જેને જોઈને એવું લાગે છે કે તેઓ માફી માંગવા ઈચ્છે છે. 

fallbacks

આમિર ખાનની ફિલ્મનો બોયકોટ થયો
આમિર ખાનની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લોકોએ સંપૂર્ણ રીતે નકારી નાખી. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ #boycottlalsinghchaddha ની અસર એ થઈ કે સિનેમા હોલ સંપૂર્ણ રીતે ખાલી હતા. બોક્સ ઓફિસ કલેક્શનથી ફિલ્મનો ખર્ચો પણ ન નીકળ્યો. જો કે ફિલ્મ રિલીઝ થતા પહેલા આમિર ખાને ફેન્સને હાથ જોડીને માફી માંગી હતી કે તેમની ફિલ્મનો બોયકોટ ન કરે. જો જાણે અજાણે તેમનાથી કોઈ ભૂલ થઈ હોય તો તેઓ માફી માંગે છે. તેમનો લોકોને દુખી કરવાનો બિલકુલ ઈરાદો નહતો. પરંતુ લોકોએ તેમની એક વાત ન સાંભળી. બધાએ મળીને તેમના વિવાદાસ્પદ નિવેદનના કારણે ફિલ્મ જોવાની ના પાડી દીધી. 

ઓડિયો ક્લિપ બહાર પાડીને માફી માંગી
અત્રે જણાવવાનું કે ફિલ્મ ફ્લોપ થવાથી આમિર ખાનને ખુબ આઘાત લાગ્યો છે. આથી થોડા સમય પહેલા આમિર ખાને એક ઓડિયો ક્લિપ બહાર પાડીને લોકોની માફી માંગી છે. આ ક્લિપમાં લખ્યું છે કે આપણે બધા માણસ છીએ અને ભૂલ આપણાથી જ થાય છે. ક્યારેક બોલથી, ક્યારેક હરકતોથી. ક્યારેક અજાણતા, ક્યારેક ગુસ્સામાં ક્યારેક મજાકમાં. ક્યારેક વાત ન કરવાથી. જો મે કોઈ પણ પ્રકારે તમારું દિલ દુખાવ્યું હોય તો મન વચન કાયાથી તમારી માફી માંગુ છું. જો કે ત્યારબાદ તેમણે આ વીડિયો ડિલીટ કરી નાખ્યો. 

નિવેદનના પગલે વિવાદ
અત્રે જણાવવાનું કે #BoycottLaalSinghChaddha  ટ્રેન્ડ કરવાનું શરૂ થયા બાદ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થતા પહેલા જ વિવાદમાં આવી ગઈ. આમિર ખાનનું 'ભારતમાં વધતી અસહિષ્ણુતા' વાળા નિવેદનના કારણે લોકોએ ફિલ્મનો બોયકોટ કરવા માંડ્યો હતો. જો કે આ નિવેદન ઘણા સમય પહેલા આવ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More