Home> Entertainment
Advertisement
Prev
Next

Kishore Kumar ના પુત્ર અમિત કુમારે ખોલી Indian Idol ની પોલ, શું કહ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો

સિંગિંગ રિયાલિટી શો Indian Idol-12 માં હાલના એપિસોડમાં કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ એપિસોડમાં અમિત કુમાર સ્પેશિયલ ગેસ્ટ તરીકે પહોંચ્યા. જજીસ અને સ્પર્ધકોએ કિશોર કુમારના 100 ગીત ગાઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.

Kishore Kumar ના પુત્ર અમિત કુમારે ખોલી Indian Idol ની પોલ, શું કહ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો

મુંબઈ: ટીવીના જાણીતા પોપ્યુલર સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડોલ-12માં હાલના એપિસોડમાં કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. આ એપિસોડમાં અમિત કુમાર સ્પેશિયલ ગેસ્ટ તરીકે પહોંચ્યા. જજીસ અને સ્પર્ધકોએ કિશોર કુમારના 100 ગીત ગાઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. પરંતુ જનતા આ એપિસોડને સહન કરી શકી નહીં. કેટલાંક યૂઝર્સે તો જજીસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. હવે હાલમાં અમિત કુમારે કહ્યું કે તે શોમાં સ્પેશિયલ ગેસ્ટ બનીને માત્ર સ્પર્ધકોના વખાણ કરવા અને પૈસા માટે ગયા હતા. તેમને પોતાને એપિસોડમાં કંઈ ખાસ મજા આવી ન હતી.

fallbacks

fallbacks

પૈસાના કારણે હા કહી:
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં અમિત કુમારે કહ્યું કે હું સારી રીતે જાણું છું કે લોકો એપિસોડ વિશે ખરાબ કહી રહ્યા છે. તેમને સ્પર્ધકોના વખાણ કરવાનું કહેવામાં આવ્યું હતું. પછી ભલે તે ગમે તેવું ગાઈ રહ્યા હોય. તેની સાથે જ તેમણે આ એપિસોડમાં ભાગ લેવા માટે પૈસાના કારણે હા કહી હતી.

અમિત કુમારે શું કર્યો ખુલાસો:
અમિત કુમારે ખુલાસો કર્યો કે મને જે કહેવામાં આવ્યું, તે મેં કર્યું. મને કહેવામાં આવ્યું હતું કે બધાના વખાણ કરવાના છે. તે ગમે તેવું ગાય તેમના વખાણ કરવાના છે. કેમ કે તે કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપવાના છે. મને લાગ્યું કે પિતાને ખુશીનો અનુભવ થશે. પરંતુ તેવું થયું નહીં. મેં માત્ર તે જ કર્યું જે મને કરવામાં આવ્યું હતું. મેં એડવાન્સમાં સ્ક્રિપ્ટ પણ માગી હતી, પરંતુ મને આપવામાં આવી નહીં.

શોમાં હાજર રહેવાના પૈસા મળ્યા:
અમિત કુમારે કહ્યું કે દરેક વ્યક્તિને પૈસાની જરૂરિયાત હોય છે. મારા પિતા પણ પૈસા માટે અનેક કામ કરતા હતા. મેં જે પૈસા માગ્યા, તેમણે મને આપ્યા. હું તેને કેમ છોડું? પરંતુ સારુ છે. મને શો પ્રત્યે સંપૂર્ણ ગૌરવ છે. સાથે જ જજીસ અને સ્પર્ધક પણ સારા છે. આ એક વસ્તુ હતી કે જે એક કરવાની હતી, કરી દીધી.

નેહા કક્કર, હિમેશ રેશમિયાએ પણ કિશોર કુમારના ગીતને અવાજ આપ્યો. આ વાતને લઈને પણ શોને ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. તના પર અમિત કુમારે કહ્યું કે મને ખબર છે કે મેં એપિસોડ વધારે એન્જોય કર્યો નથી. ઉલ્લેખનીય છે કે કિશોર કુમાર ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર્સમાંથી એક છે. તેમણે બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં મ્યૂઝિકની દુનિયાને નવી ઓળખ આપી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More