Home> Entertainment
Advertisement
Prev
Next

મહાનાયક અમિતાભ બચ્ચને પરિવાર સાથે કરી દુર્ગાપૂજા, તસવીરો થઈ વાઇરલ

બુધવારે દુર્ગા અષ્ટમીના દિવસે આ પૂજા કરવામાં આવી હતી

મહાનાયક અમિતાભ બચ્ચને પરિવાર સાથે કરી દુર્ગાપૂજા, તસવીરો થઈ વાઇરલ

નવી દિલ્હી : દુર્ગા અષ્ટમીના દિવસે દરેક બંગાળી મહિલા પૂજા કરે છે અને એ બહુ શ્રદ્ધાપૂર્વક આ નિયમનું પાલન કરે છે. બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પત્ની એવા બંગાળી જયા બચ્ચન દીકરી શ્વેતા બચ્ચન નંદા સાથે મંદિર પહોંચ્યા હતા અને પૂજા કરી હતી. આ પૂજા દરમિયાન બચ્ચનપરિવાર પારંપરિક પરિધાનમાં જોવા મળ્યો હતો અને બિગ બી હાથ જોડીને જમીન પર બેઠા હતા. બિગ બીએ અહીં ગણેશ પૂજા કરી હતી. 

fallbacks

બંગાળી પ્રથા દરમિયાન નવરાત્રિમાં અષ્ટમીનો દિવસ ખાસ ગણાય છે. સામાન્ય રીતે અમિતાભના પત્ની જયા દુર્ગા પૂજા સેલિબ્રેટ કરવા માટે પોતાના પિયર ભોપાલ જતા હોય છે પણ આ વખતે પરિવાર સાથે મુંબઈમાં જ પૂજા કરતા જોવા મળ્યા હતા. 

fallbacks

fallbacks

fallbacks

આ પૂજા માટે અમિતાભ બચ્ચન ચંપલ પહેર્યા વગર આવ્યા હતા અને પૂજા દરમિયાન તેમણે સફેદ કુરતો-પાયજામો અને પીળું જેકેટ પહેર્યું હતું. પૂજા વખતે જયાએ પીળી બંગાળી કોટન સાડી પહેરી હતી જ્યારે શ્વેતાએ સફેદ સાડી ધારણ કરી હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More