Home> Entertainment
Advertisement
Prev
Next

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં દાખલ

બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરના વાયરસથી સંક્રમિત થયા છે. શનિવાર સાંજે મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં દાખલ

મુંબઇ: બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન કોરના વાયરસથી સંક્રમિત થયા છે. શનિવાર સાંજે મુંબઇના નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે ટ્વિટ કરી આ જાણકારી આપી કે તેમનું કોરોના ટેસ્ટિંગ પોઝિટિવ આવ્યું છે. પરિવારજનો અને સ્ટાફનો પણ ટેસ્ટ કરવવામાં આવ્યો છે. તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે. આ સાથે તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને આગ્રહ છે કે તેઓ પણ તેમનો કોરોના ટેસ્ટ કરાવે.

fallbacks

અમિતાભ બચ્ચનની હાલમાં જ 'ગુલાબો સિતાબો' ફિલ્મ રિલીઝ થઈ છે. તેમાં તેમની સાથે આયુષ્માન ખુરાના હતો. પહેલા આ ફિલ્મ મોટા પરદા પર રિલીઝ થવાની હતી પરંતુ બાદમાં કોરોના મહામારીના કારણેથી એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી હતી. આ કોમેડી ડ્રામાનું નિર્માણ શૂરજીત સરકારે કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More