Home> Entertainment
Advertisement
Prev
Next

Amitabh Bachchan Health Update: બિગ બીની તબિયત લથડી, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

બોલીવુડ (Bollywood) ના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની એક્ટિંગ હોય કે રિયલ લાઈફ, તેમને હંમેશા તેમના ફેન્સનો ભરપૂર પ્રેમ મળે છે. બિગ બીનો અંદાજ લોકોને ખુબ પસંદ પડે છે. તેઓ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ છે અને છાશવારે પોતાના ફેન્સ સાથે પોતાના મનની વાત શેર કરતા રહે છે. પરંતુ હવે એક એવી વાત સામે આવી છે કે અમિતાભ બચ્ચનના ફેન્સને પરેશાન કરી શકે છે. મહાનાયકે પોતે જ પોતાની તબિયત બગડી હોવાની જાણકારી આપી છે. હવે તેમના માટે દુઆઓનો સિલસિલો ચાલુ છે. 

Amitabh Bachchan Health Update: બિગ બીની તબિયત લથડી, જાણો લેટેસ્ટ હેલ્થ અપડેટ

નવી દિલ્હી: બોલીવુડ (Bollywood) ના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ની એક્ટિંગ હોય કે રિયલ લાઈફ, તેમને હંમેશા તેમના ફેન્સનો ભરપૂર પ્રેમ મળે છે. બિગ બીનો અંદાજ લોકોને ખુબ પસંદ પડે છે. તેઓ સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ એક્ટિવ છે અને છાશવારે પોતાના ફેન્સ સાથે પોતાના મનની વાત શેર કરતા રહે છે. પરંતુ હવે એક એવી વાત સામે આવી છે કે અમિતાભ બચ્ચનના ફેન્સને પરેશાન કરી શકે છે. મહાનાયકે પોતે જ પોતાની તબિયત બગડી હોવાની જાણકારી આપી છે. હવે તેમના માટે દુઆઓનો સિલસિલો ચાલુ છે. 

fallbacks

બ્લોગમાં આપી જાણકારી
વાત જાણે એમ છે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ના ફેન્સને જોરદાર આંચકો લાગશે. કારણ કે અમિતાભ બચ્ચનની તબિયત ફરીથી એકવાર બગડી છે. આ વાતની જાણકારી કોઈ બીજાએ નહીં પરંતુ અમિતાભ બચ્ચને પોતે આપી છે. શનિવારે મોડી રાતે અમિતાભ બચ્ચને બ્લોગ દ્વારા પોતાના ફેન્સને જાણકારી આપી કે તેમની સર્જરી થવા જઈ રહી છે. ત્યારબાદ મહાનાયકના ફેન્સ તેમના માટે દુઆઓ માંગી રહ્યા છે. 

fallbacks

જાણો શું લખ્યું અમિતાભ બચ્ચને?
અમિતાભ બચ્ચને ((Amitabh Bachchan)) પોતાના બ્લોગમાં લખ્યું છે કે 'મેડિકલ કન્ડિશન, સર્જરી, હું લખી શકતો નથી, એબી.' હવે તેમનું આ નાનકડું વાક્ય લોકો વચ્ચે બેચેની વધારી રહ્યું છે. કારણ કે કોઈ ચીજની સર્જરી છે, આ સર્જરી ક્યારે અને ક્યાં થશે તે વાતની જાણકારી કોઈને મળી રહી નથી. એ પણ કહી શકાતું નથી કે સર્જરી થવાની છે કે પછી થઈ ગઈ છે. હવે લોકો તેમની સલામાતી માટે દુઆ માંગી રહ્યા છે. 

ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર આપી હતી હિન્ટ
જો કે આ પહેલી સૂચના નહતી કે અમિતાભે પોતાના ફેન્સ માટે તબિયત નાદુરસ્ત હોવાની જાણકારી આપી હતી. તેમણે ટ્વિટર પર અને ઈન્સ્ટાગ્રામ પર ફક્ત લખ્યું – !!!!!! ????? લખ્યું છે. આ અગાઉ પણ તેઓ ટ્વિટર પર લખી ચૂક્યા છે..'કઈંક જરૂર કરતા વધુ વધી ગયું છે. કઈક કાપવા પર સુધરવાનું છે. જીવનકાળની આ કાલ છે,  કાલે જ ખબર પડશે કેવા રહ્યાં તે.'

આ ફિલ્મોમાં જોવા મળશે અમિતાભ બચ્ચન
આવનારા સમયમાં અમિતાભ બચ્ચન અનેક ફિલ્મોમાં દમદાર ભૂમિકામાં જોવા મળશે. તેઓ ફિલ્મ ચહેરા, ઝૂંડ, અને બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. 

PHOTOS: પત્નીએ નદીમાં પડતું મૂક્યું ત્યારબાદ પતિએ મૂક્યું વોટ્સએપ સ્ટેટસ, જોઈને આઘાત લાગશે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More