Home> Entertainment
Advertisement
Prev
Next

Amitabh Bachchanએ કરી અંગ દાનની જાહેરાત, Twitter પર થઈ રહી છે પ્રશંસા

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તાજેતરમાં તેમનો શો કોન બનેગા કરોડપતિ ને લઇને ચર્ચામાં છે. પરંતુ આ વચ્ચે અમિતાભ બચ્ચને ટ્વિટર પર કંઇક એવું શરે કર્યું કે જેના કારણે લોકો તેમની પ્રશંસાના પુલ બાંધી રહ્યાં છે

Amitabh Bachchanએ કરી અંગ દાનની જાહેરાત, Twitter પર થઈ રહી છે પ્રશંસા

નવી દિલ્હી: બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) તાજેતરમાં તેમનો શો કોન બનેગા કરોડપતિ ને લઇને ચર્ચામાં છે. પરંતુ આ વચ્ચે અમિતાભ બચ્ચને ટ્વિટર પર કંઇક એવું શરે કર્યું કે જેના કારણે લોકો તેમની પ્રશંસાના પુલ બાંધી રહ્યાં છે. બીગ બી દેશમાં પ્રાકૃતિક આફત હોય કે કોઈ મુશ્કેલીનો સમય આગળ આવી યોગદાન આપે છે. ક્યારેક ખેડૂતોનું દેવુ ચુકવવું તો ક્યારેક કરોડો રૂપિયાનું ડોનેશન. પરંતુ આ વખતે મહાનાયક એક મહાન કામ કરી લોકોનું દિલ જીતી લીધું. આ વખતે અમિતાભે તેમનું ઓર્ગન ડોનેટ કરવાની જાહેરાત કરી છે.

fallbacks

આ પણ વાંચો:- ડ્રગ્સ કેસ: NCBએ દીપિકા, શ્રદ્ધા, સારાને આપી ક્લીન ચિટ? જાણો શું છે સત્ય

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ એક ટ્વીટ કરી આ વાતની જાહેરાત કરી છે કે, તેમણે તેમના ઓર્ગન ડોનેટ કરી દીધા છે. આ ટ્વીટમાં તેમણે એક તસવીર પણ પોસ્ટ કરી છે. આ તસવીરને શેર કરતા અમિતાભે લખ્યું, મેં એક શપત લીધી કે હું એક ઓર્ગન ડોનર છું. મેને આ ગ્રીન રિબન તેની પવિત્રતા માટે પહેરી છે.

આ ટ્વીટ બાદથી સોશિયલ મીડિયા પર અમિતાભ બચ્ચનની પ્રશંસા કરનારની લાઈનો લાગી ગઈ છે.

આ પણ વાંચો:- Kangana Ranautનો BMC પર આરોપ: મારા પડોશીઓને ઘર તોડવાની આપી ધમકી

અમિતાભના આ ટ્વીટના જવાબમાં, ઘણા લોકોએ દાન કર્યા પછી મળેલા પોતાના પ્રમાણપત્રો શેર કર્યા છે. તો કેટલાક લોકોએ કહ્યું છે કે તેઓ જલદી આવા ઉમદા કાર્ય કરવા જઇ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં અમિતાભે નાના પડદે જબરદસ્ત કમબેક કર્યું છે. તે 'કૌન બનેગા કરોડપતિ સીઝન 12' હોસ્ટ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More