નવી દિલ્હી : બોલિવૂડ સેલિબ્રિટી દરેક તહેવારની શાનદાર ઉજવણી કરે છે. રક્ષાબંધન ભાઈ-બહેન વચ્ચેનો ખાસ તહેવાર છે અને આ દિવસે અનેક સેલિબ્રિટીઓએ પોતાની તસવીર શેયર કરી છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના મનમાં દીકરા અભિષેક અને દીકરી શ્વેતા માટે બહુ સ્નેહ છે. આજે બિગ બીએ પોતાના બંને બાળકોની બાળપણની તસવીર શેયર કરીને ઇમોશનલ પોસ્ટ લખી છે.
અમિતાભની આ તસવીરોમાં અભિષેક અને શ્વેતા સિવાય જયા બચ્ચન પણ દેખાય છે. અમિતાભે તસવીર સાથે લખ્યું છે કે ભાઈ અને બહેનનો સંબંધ બહુ મજબૂત હોય છે જેને રક્ષાબંધ પ્રેમથી ભરી દે છે. તમારો સાથ આવો જ જળવાઈ રહે.
T 3258 - RakshaBandhan .. the love of the sister .. the protection of the brother .. the strong bond everlasting and sincere ..💞🙏
रक्षाबंधन ! बहन का स्नेह ; भाई की सुरक्षा ; ये बंधन पवित्र , निरंतर , निश्चल pic.twitter.com/7vpZqrrdX1— Amitabh Bachchan (@SrBachchan) August 14, 2019
બોલિવૂડમાં અભિષેક અને શ્વેતા સિવાય અનેક સેલિબ્રિટી કિડ્સ ફેમસ છે. અર્જુન કપૂર પણ પોતાની બહેનો અંશુલા, જાન્હવી અને ખુશી કપૂર સિવાય કઝિન સિસ્ટર્સ સોનમ અને રિયાની બહુ નજીક છે. શાહરૂખ ખાન પણ પોતાની બહેનને બહુ પ્રેમ કરે છે. એક્ટર રણવીર સિંહ પણ પોતાની મોટી બહેનની બહુ નજીક છે. પટૌડી પરિવારમાં પણ સોહા અને સૈફ એકબીજાને સપોર્ટ કરવા માટે જાણીતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે