Home> Entertainment
Advertisement
Prev
Next

મોટા સમાચાર: ટૂંક સમયમાં બિગ બીનું તમિળ ડેબ્યૂ, બે દાયકા બાદ આ અભિનેતા સાથે જોવા મળશે!

અભિનેતા અમિતાભ બચ્ચન અને રામ્યા કૃષ્ણન આગામી તમિળ ફિલ્મ 'ઉયન્ર્થા મનિથન'માં ફરી એકવાર સાથે જોવા મળશે. આ ફિલ્મ પહેલાં બંનેએ હિંદી એક્શન કોમેડી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં સાથે કામ કર્યું હતું. તમિળ અને હિંદીમાં ફિલ્મનું નિર્દેશન તમિલવાનને કર્યું છે. આ ફિલ્મની સાથે બિગ-બી તમિળ ફિલ્મ જગતમાં પોતાની શરૂઆત કરવા જઇ રહ્યા છે. 

મોટા સમાચાર: ટૂંક સમયમાં બિગ બીનું તમિળ ડેબ્યૂ, બે દાયકા બાદ આ અભિનેતા સાથે જોવા મળશે!

નવી દિલ્હી: અભિનેતા અમિતાભ બચ્ચન અને રામ્યા કૃષ્ણન આગામી તમિળ ફિલ્મ 'ઉયન્ર્થા મનિથન'માં ફરી એકવાર સાથે જોવા મળશે. આ ફિલ્મ પહેલાં બંનેએ હિંદી એક્શન કોમેડી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં સાથે કામ કર્યું હતું. તમિળ અને હિંદીમાં ફિલ્મનું નિર્દેશન તમિલવાનને કર્યું છે. આ ફિલ્મની સાથે બિગ-બી તમિળ ફિલ્મ જગતમાં પોતાની શરૂઆત કરવા જઇ રહ્યા છે. 
fallbacks

fallbacks

નિર્દેશકે આઇએએનએસને જણાવ્યું હતું કે ''રામ્યા મેમ અમિતજીની સાથે જોવા મળશે. દર્શકો બંનેને એકદમ મજેદાર પાત્રોમાં જોવા જઇ રહ્યા છે. આ પ્રકારે સારા કેલિબરવાળા અભિનેતાને એક સાથે લાવવા અને તેમની સાથે કામ કરવું હકિકતમાં રોમાચંક છે. અમે હાલ મુંબઇમાં બંનેના મહત્વપૂર્ણ દ્વશ્યોનું શૂટિંગ કરી રહ્યા છીએ.'
fallbacks

આ અઠવાડિયાની શરૂઆતમાં ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહેલા અભિનેતા-ફિલ્મકાર એસજે સૂર્યાએ પોતાના ટ્વિટર પેજ પર અમિતાભનો લુક શેર કર્યો હતો, સૂર્યાએ ટ્વિટર પર ફોટો શેર કરતાં લખ્યું હતું કે ''મારી જીંદગીની સૌથી સુખદ પળ. ધન્યવાદ ભગવાન, માતા અને પિતા મારા સપનું સાકાર કરવા માટે, જેના વિશે મેં સપનામાં પણ વિચાર્યું ન હતું.
fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More