Home> Entertainment
Advertisement
Prev
Next

મુછે હો તો નત્થુલાલ જૈસી વરના ના હો...લાંબી મુછોવાળા નત્થુલાલનો સંજયદત્તની માતા સાથે હતો ખાસ સંબંધ!

એક્ટર બનતા પહેલા મદ્રેસામાં કામ કરતાં હતા નત્થુલાલ, કોમેડી કિંગ મુકરીની આવી રીતે થઈ ફિલ્મોમાં એન્ટ્રી

મુછે હો તો નત્થુલાલ જૈસી વરના ના હો...લાંબી મુછોવાળા નત્થુલાલનો સંજયદત્તની માતા સાથે હતો ખાસ સંબંધ!

નવી દિલ્હીઃ બોલીવુડમાં એવા અનેક દિગ્ગજ કલાકારો થઈ ગયા જે એક્ટર બનતા પહેલા કોઈ બીજી પ્રોફેશન સાથે જોડાયેલા હતા. આજે અમે આપને એવા જ એક દિગ્ગજ એક્ટર મોહમ્મદ ઉમર મુકરીની વાત કરવા જઈ રહ્યાં છે. જેઓ અભિનયમાં કરિયર બનાવતા પહેલા કાઝી તરીકે કામ કર્યું છે. ઉમર મુકરીએ પોતાના 50 વર્ષના કરિયરમાં 600 ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. અને તેઓએ બોમ્બે ટૉકિઝમાં આસિસટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરવાની શરૂઆત કરી હતી.

fallbacks

નરગીસ દત્ત માનતી હતી ભાઈ-
પોતાની કૉમેડીને લઈને ફેન્સ વચ્ચે ફેમસ થયેલા મોહમ્મદ ઉમર મુકરીનો જન્મ 5 જાન્યુઆરી 1922ના રોજ અલીબાગમાં થયો હતો. અને 4 સપ્ટેમ્બર 2000ના રોજ મુંબઈમાં તેમનું નિધન થયું. મોહમ્મદ ઉમર મુકરીની દિલીપ કુમારની સાથે સાથે નિમ્મી અને તેમના પિતા અલી રજા, મહમૂદ સાહેબ, સુનીલ દત્ત અને નરગીસ સાથે મિત્રતા હતી. કહેવાય છે કે નરગિસ દત્ત, મોહમ્મદ મુકરીને ભાઈ માનતી હતી. અને અંતિમ શ્વાસ સુધી તેમના પરિવારના બધા જ સુખ દુખમાં સામેલ હતી. મુકરીને તેમના ફેમસ રોલ નત્થુલાલ માટે લોકો તેમને વધુ યાદ કરે છે. અમિતાભ બચ્ચનનો ફેમસ ડાયલોગ મુછે હો તો નત્થુલાલ જૈસી વરના ના હો... ડાયલોગ હંમેશા યાદ રહેશે...

બાળકોને કુરાન ભણાવતા હતા મુકરી-
એવુ પણ કહેવામાં આવે છે કે દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચને લોકોને હસાવવાની સ્કીલ મુકરીથી સીખી હતી. રિયલ લાઈફમાં મુકરીને અંગ્રેજી બોલતા નહોતી આવડતી. ખુબ ઓછા લોકો જાણે છે કે ફિલ્મોમાં આવતા પહેલા મુકરી કાઝી હતા જેમનું કામ મદ્રેસામાં બાળકોને કુરાન ભણાવવાનું હતું. જોકે તેનાથી કમાણી ઓછી થતી હતી અને પરિવાર ચલાવવા માટે મુકરીને દેવિકા રાનીના ફિલ્મ સ્ટૂડિયો બોમ્બે ટોકિઝમાં કામ કરવું પડ્યું, અહીંથી જ તેમના કરિયરની શરૂઆત થઈ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More