નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા લોકડાઉન (Lockdown)ના કારણે બોલીવુડ સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર પહેલાથી જ વધારે એક્ટિવ રહેવા લાગ્યા છે. તેમના ચાહકોના એન્ટરટેન્મેન્ટનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. એઠલા માટે તેઓ સોશિયલ મિડિયા એકાઉન્ટ પર કંઇકને કંઇખ પોસ્ટ શેર કરતા રહે છે. તેમાં સૌથી આગળ છે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan). સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ તેમના ચાહકો સાથે જોડાઈ રહે છે અને લોકોને અલગ અલગ રીતે જાગૃત પણ કરે છે.
અમિતાભ બચ્ચને હાલમાં જ એક શખ્સનો વીડિયો શેર કર્યો છે. આ રમુજી વીડિયોમાં તમે જોઇ શકો છો કે, લોકડાઉનના કારણે એક શખ્સ માનસિક સંતુલન ગુમાવી ચુક્યો છે અને તે ગધેડા સાથે તેની ભાષામાં વાત કરી રહ્યો છે. અમિતાભ બચ્ચનને આ વીડિયો ખુબજ પસંદ આવ્યો અને તેમણે આ વીડિયો તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.
— Amitabh Bachchan (@SrBachchan) April 27, 2020
આ વીડિયો લોકોને ખુબજ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને પોસ્ટ કરવાની સાથે એક વ્યક્તિએ સવાલ કર્યો છે કે, શું લોકડાઉનમાં માનસિક સંતુલન ગુમાવ્યા બાદ ગધેડા સાથે વાત કરતો એક શંકાસ્પદ? જેનો જવાબ આપતા બિગ બીએ લખ્યું કે, હા, અને તેને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે