મુંબઈ: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યાં છે અને હાલ તેઓ હોસ્પિટલમાં દાખલ છે. નાણાવટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલુ છે. તેઓ સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સના ટચમાં છે અને તેમને સતત અપડેટ આપી રહ્યાં છે. હવે તેમણે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક કામની વાતો શેર કરી છે.
અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં કેપ્શનમાં જણાવ્યું છે કે આ 6 પ્રકારની આદતોવાળા લોકો ક્યારેય ખુશ રહેતા નથી. એવા લોકો તે જેઓ ઈર્ષા કરે, ધૃણા કરે, અસંતોષી હોય, ગુસ્સો કરતા હોય, હંમેશા શક કરતા રહે કે પછી બીજાના ભરોસો જીવતા હોય. આવા લોકો હંમેશા દુખી રહે છે. તેમણે આવા કામોથી દૂર રહેવું જોઈએ.
અત્રે જણાવવાનું કે આ અગાઉ અમિતાભ બચ્ચને મીડિયા દ્વારા પોતાના શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અમિતાભ બચ્ચનની સાથે સાથે પુત્ર અભિષેક બચ્ચનનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અમિતાભ બચ્ચનની સાથે તેઓ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે એશ્વર્યા બચ્ચન અને આરાધ્યા બચ્ચન હોમ ક્વોરન્ટાઈન છે. જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે