Home> Entertainment
Advertisement
Prev
Next

Amitabh Bachchan ના આલિશાન બંગલામાં શૂટ થઈ હતી આ ફિલ્મો, સોશલ મીડિયા પર વહેતી થઈ તસવીરો

અમિતાભ બચ્ચનનાં આલિશાન બંગલામાં શૂટ થઈ છે ચૂપકે ચૂપકે...આ સિવાય પણ અમિતાભની આ ફિલ્મોનું જલસામાં શૂટિંગ થયુ છે. બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. આ વખતે અમિતાભ બચ્ચને પોતાની પત્ની સાથે એક થ્રોબેક ફોટો શેર કર્યો છે.

Amitabh Bachchan ના આલિશાન બંગલામાં શૂટ થઈ હતી આ ફિલ્મો, સોશલ મીડિયા પર વહેતી થઈ તસવીરો

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અમિતાભ પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે રસપ્રદ પોસ્ટ્સ શેર સમયાંતરે શેર કરતા રહે છે. જોક્સથી લઈને ફિલ્મની માહિતી, જૂની યાદોને તાજી કરવા સુધીની દરેક પ્રકારની પોસ્ટ તમને અમિતાભ બચ્ચનની સોશિયલ મીડિયા વોલ્સ પર જોવા મળશે. અમિતાભ બચ્ચને પોતાની પત્ની સાથે એક થ્રોબેક ફોટો શેર કર્યો છે.

fallbacks

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની હિટ ફિલ્મ ચૂપકે ચૂપકેને રિલીઝ થયાને 46 વર્ષ થઈ ગયા છે. ત્યારે અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર કેટલાક ફોટા શેર કર્યા છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ફોટા સાથે બચ્ચને પોતાના બંગલા જલસાના ઈતિહાસ વિશે પણ જણાવ્યું છે. અમિતાભે જણાવ્યુ કે, તેમણે કેવી રીતે આલીશાન બંગલો ખરીદ્યો અને તેમાં કેટલી હિટ ફિલ્મોનું શૂટિંગ થયું છે.

જયા બચ્ચન સાથે ફોટો શેર કરો
અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે ફિલ્મ ચૂપકે ચૂપકેની એક તસવીર શેર કરી હતી. તેમણે જણાવ્યુ કે, આ તસવીર જલસા બંગલાની છે. અમિતાભ બચ્ચને લખ્યું - 'ચુપકે ચૂપકે, હર્ષિકેશ મુખર્જી સાથેની અમારી ફિલ્મને 46 વર્ષ થયા છે. તસવીરમાં તમે જે ઘર જુઓ છો તે નિર્માતા એનસી સિપ્પીનું ઘર હતું. અમે ઘરને ખરીદ્યુ, પછી વેચ્યુ અને પાછુ ફરીથી ખરીદ્યુ. ઘરનું બાંધકામ ફરીથી બનાવડાવ્યું. આ ઘરને અમે ‘જલસા’ નામ આપ્યું. અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે. આનંદ, નમકહરામ, ચૂપકે ચૂપકે, સત્તે પે સત્તા અને આ સિવાય ઘણી બધી...’

અમિતાભ ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે
અમિતાભ બચ્ચને બીજી કેટલીક ફિલ્મોના બીટીએસ ફોટા શેર કર્યા. જેમાં ધર્મેન્દ્ર અને ડાયરેક્ટર ઋષિકેશ મુખર્જી દેખાય છે. વાત કરીએ તો અમિતાભ બચ્ચનનાં ફિલ્મ પ્રોજેક્ટની, તો સુપરસ્ટાર પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. અમિતાભ બચ્ચન ડાયરેક્ટ રૂમી જાફરીની ફિલ્મ 'ચહેરે'માં જોવા મળશે. આ ફિલ્મ 9 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ તેની રિલીઝ ડેટ આગળ વધારવામાં આવી છે.

આ સિવાય અમિતાભ બચ્ચન પાસે અયાન મુખર્જીની બ્રહ્માસ્ત્ર, અજય દેવગણની મેડે, દીપિકા પાદુકોણ સ્ટારર ધ ઈન્ટર્ન, ઝુંડ, કન્નડ ફિલ્મ બટરફ્લાય અને ગુડબાય જેવી ફિલ્મો છે. આ સ્થિતિ પરથી સ્પષ્ટ થાય છે કે બચ્ચન આ સમયે બોલિવૂડના સૌથી વ્યસ્ત સ્ટાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More