Home> Entertainment
Advertisement
Prev
Next

અમિતાભ બચ્ચને કોરોનાને કારણે રદ્દ કરી સન્ડે મીટ, ફેન્સને આપ્યો આ મેસેજ


અમિતાભ બચ્ચનના ફેન્સ તેમને જેટલા ચાહે છે, એટલો જ લગાવ તેમને ફેન્સ સાથે પણ છે. તેઓ દર રવિવારે પોતાના ફેન્સને પોતાની ઝલક દેખાડવા માટે પોતાના ઘરના ગેટ પર આવે છે. આ વખતે તેઓ આવશે નહીં. 
 

અમિતાભ બચ્ચને કોરોનાને કારણે રદ્દ કરી સન્ડે મીટ, ફેન્સને આપ્યો આ મેસેજ

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona Virus)એ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. તેને લઈને લોકોમાં ડરનો માહોલ છે. તેને ધ્યાનમાં રાખતા બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને એક ટ્વીટ કર્યું છે. જેને વાંચ્યા બાદ ફેન્સ લગભગ નિરાશ થઈ શકે છે. મહત્વનું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે, વિશ્વમાં અત્યાર સુધી નોવેલ કોરોના વાયરસના એક લાખથી વધુ મામલાની પુષ્ટિ થઈ છે. તેના કારણે 4 હજાર કરતા વધુ લોકોના મોત થયા છે. તો અમે તમને જણાવીએ કે અમિતાભ બચ્ચને શું ટ્વીટ કર્યું છે કે તેનાથી ફેન્શ નિરાશ થઈ શકે છે. 

fallbacks

અમિતાભે ટ્વીટર પર આપી જાણકારી
અમિતાભ બચ્ચને કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા રવિવારે એક ટ્વીટ કરતા લખ્યું, 'મારા તમામ શુભચિંતકો અને ફેન્સને પ્રાર્થના છે કે આજે 'જલસા'ના ગેટ પર ન પહોંચે. સનડે મીટ પર હું આવવાનો નથી. સાવધાની રાખો... સુરક્ષિત રહો.. તેમણે આગળ લખ્યું, સનડેનો જલસો સ્થગિત છે, કોઈ ત્યાં ભેગા ન થાય આજે સાંજે. સુરક્ષિત રહો.' મહત્વનું છે કે દર રવિવારની સાંજે અમિતાભના જલસામાં મોટી સંખ્યામાં ફેન્સ ભેગા થાય છે. જ્યાં લોકો મુંબઈની બહારથી પણ અમિતાભ બચ્ચનની એક ઝલક મેળવવા માટે આવે છે.

તેવામાં જલસાનો ગેટ આજે ન ખુલવાથી ફેન્સ થોડા નિરાશ થશે, પરંતુ અમિતાભે આ નિર્ણય પોતાના ફેન્સ માટે લીધો છે, કારણ કે કોરોના વાયરસ ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. તેવામાં સાવચેત રહેવાની જરૂર છે. આ ટ્વીટની પાછળ અમિતાભ બચ્ચનના પણ આ વિચાર હશે. હાલમાં બચ્ચને કોરોના પર એક કવિતા લખી હતી, જેનો વીડિયો તેમણે ફેસબુક પર શેર કર્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More