નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવ (Amrita Rao)ની એક તસવીર ઇન્ટરનેટ પર વાયરલ થઇ હતી. જેમાં તે તેના પતિ આરજે અનમોલ (RJ Anmol)ની સાથે જોવા મળી રહી હતી. આ ફોટોમાં અમૃતાનો બેબી બંપ સ્પષ્ટ જોવા મળી રહ્યો હતો. આ વાતને એક્ટ્રેસે જાતે તેમના ફેન્સને શેર કરી છે. અમૃતા રાવે ઇન્સ્ટાગ્રામ પર તેમના પતિની સાથે એક તસવીર શરે કરી છે. જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો:- બેબી બંપ સાથે સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે અનુષ્કા શર્મા, જુઓ શાનદાર Photos
અમૃતા રાવે શેર કરી પોસ્ટ
અમૃતા રાવ ફોટો શેર કરતા લખે છે કે, તમારા માટે આ 10મો મહિનો છે અને અમારા માટે નવમો મહિનો છે. સરપ્રાઇઝ સરપ્રાઇઝ, અનમોલ અને હું પ્રેગ્નેન્સી પીરિયડના નવમાં મહિનામાં છીએ. ફેન્સ સાથે આ ન્યૂઝને શેર કરવાની સાથે હું ઘણી એક્સાઇટેડ છું. મિત્રોનો આભાર માનું છું. તમારી સામે આ ન્યૂઝ મોડા શેર કરવા માટે માફી પરંતુ આ સત્ય છે, બેબી ટૂંક સમયમાં આવવાનો છે.
મારા અને અનમોલના પરિવાર માટે આ ઘણી એક્સાઇટિંગ સફર છે. યૂનિવર્સનો આભાર, તમારો આભાર, આ રીતે તમારી દુવાઓ કરતા રહો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે