Home> Entertainment
Advertisement
Prev
Next

એક્ટ્રેસ એમી જેક્સને કરી સગાઈ, ફિયાન્સે છે અબજોનો માલિક

એમી જેક્સન છેલ્લે રજનીકાંત સાથે 2.0માં જોવા મળી હતી

એક્ટ્રેસ એમી જેક્સને કરી સગાઈ, ફિયાન્સે છે અબજોનો માલિક

મુંબઈ : બ્રિટિશ મોડેલ અને એક્ટ્રેસ એમી જેક્સને બોયફ્રેન્ડ જ્યોર્જ પાનાયિયોટો સાથે સગાઈ કરી લીધી છે. એમીનો આ બોયફ્રેન્ડ અબજોપતિ છે અને હાલમાં તેણે પોતાની બોયફ્રેન્ડ સાથેની તસવીર સોશિયલ મીડિયામાં શેયર કરી છે. એમીએ પોતાના ફિલ્મ કેરિયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. તેનો બોયફ્રેન્ડ જ્યોર્જ બ્રિટિશ બિઝનેસમેન છે.

fallbacks

ફિટ રહેવા માટે 1 કલાકના વર્કઆઉટ માટે 21 હજાર રૂ. આપે છે આ એક્ટ્રેસ

આ ફોટો પોસ્ટ કરતાની સાથે જ એમીએ લખ્યું હતું કે, 1 જાન્યુઆરી 2019થી એક નવી એડવેન્ચર લાઈફ શરૂ થઈ છે. દુનિયાથી સૌથી ખુશ છોકરી બનાવવા માટે જ્યોર્જને થેંક્યું. એમી જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેણે મોડેલિંગની દુનિયામાં એન્ટ્રી કરી હતી. એમી જ્યારે મોડલિંગ કરી રહી હતી તે દરમિયાન તેણે અનેક ટેગ જીત્યા હતા. જેમાં Miss Teen Liverpool, Miss Teen Great Britain અને Miss Teen World ટાઈટલ્સનો સમાવેશ થાય છે. તેણે સાઉથની ફિલ્મ ‘મદ્રાસાપત્તીનમ’થી તેણે ફિલ્મની કેરિયરની શરૂઆત કરી હતી. 

ભારતમાં એમી જેક્સનનું નામ સૌ પહેલાં પ્રતિક બબ્બર સાથે જોડાયું હતું. માનવામાં આવતું હતું કે બંનેએ સગાઈ કરી લીધી છે. જોકે, પછી કેટલાંક કારણોસર બંને અલગ થઈ ગયા હતાં. પ્રતિકે સાન્યા સાગર સાથે સગાઈ કરી છે. એમીનું નામ સલમાન સાથે પણ જોડાયું ચૂક્યું હતું. '2.0'નો જ્યારે ફર્સ્ટ લુક લોન્ચ થયો ત્યારે સલમાન ખાન આમંત્રણ વગર જ આવી ગયો હતો. આ સિવાય એમી જેક્સન અડધી રાત્રે ગેલેક્સીની બહાર જોવા મળી હતી. જેને કારણે એમી-સલમાન વચ્ચે કંઈક હોવાનું ચર્ચા થવા લાગી હતી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More