Home> Entertainment
Advertisement
Prev
Next

ઈન્ટરનેટ પર વાયરલ થયો રાધિકા મર્ચન્ટનો ગુજરાતી લૂક, દીકરીને જોઈ ભાવુક થયા પિતા, Video

Watch Video: અનંત અને રાધિકાના લગ્ન પહેલા પીઠી ચોળવાની રસ્મ, મહેંદી, મામેરુ, ગરબા નાઈટ, શિવ શક્તિ પૂજા, માતાની ચૌકી જેવા અનેક કાર્યક્રમોનો આયોજન થયું. જેમાંથી એક ગ્રહ શાંતિની પૂજા પણ થઈ. જેમાં બંને પરિવારોએ ભાગ લીધો. 

ઈન્ટરનેટ પર વાયરલ થયો રાધિકા મર્ચન્ટનો ગુજરાતી લૂક, દીકરીને જોઈ ભાવુક થયા પિતા, Video

Anant Ambani-Radhika Merchant Wedding: બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના 12 જુલાઈ એટલે કે આજે લગ્ન છે. મોટી મોટી હસ્તીઓ આ લગ્નમાં સામેલ થવા માટે આવી રહી છે. અનંત અને રાધિકાના લગ્ન પહેલા પીઠી ચોળવાની રસ્મ, મહેંદી, મામેરુ, ગરબા નાઈટ, શિવ શક્તિ પૂજા, માતાની ચૌકી જેવા અનેક કાર્યક્રમોનો આયોજન થયું. જેમાંથી એક ગ્રહ શાંતિની પૂજા પણ થઈ. જેમાં બંને પરિવારોએ ભાગ લીધો. 

fallbacks

લગ્ન પહેલા જ થઈ રહેલા પ્રી વેડિંગ સેલિબ્રેશન અને કાર્યક્રમો સતત કપડાં, જ્વેલરી અને અન્ય ચીજોને લઈને ચર્ચામાં છે. જ્યાં એક બાજુ લગ્નની અન્ય રસ્તોમાં બોલીવુડ સિતારા ભાગ લઈ રહ્યા છે જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે. પરંતુ ગ્રહશાંતિની પૂજામાં ફક્ત ઘરના લોકો જ સામેલ થયા હતા. આવામાં આ ઈવેન્ટના અનેક તસવીરો કે વીડિયો સામે આવ્યા નથી. પરંતુ હાલ એક વીડિયો યુટ્યુબ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેને ફેન્સ  ખુબ પસંદ કરી રહ્યા છે. 

ક્યૂટ લાગી ગુજરાતી લૂકમાં
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ગ્રહ શાંતિ પૂજાનો આ વીડિયો યુટ્યુબ પર એપિક સ્ટોરીઝ દ્વારા શેર કરાયો છે. અંબાણી અને મર્ચન્ટ પરિવારને તેમના ગ્રહશાંતિ પૂજા સ્થળમાં પ્રવેશ કરતા જોઈ શકાય છે. વીડિયોમાં રાધિકા મર્ચન્ટ પોતાના ભાવિ પતિ અનંત અંબાણીને જોઈને ક્યૂટ એક્સપ્રેશન આપતી જોવા મળે છે. દુલ્હન ક્રીમ અને સોનેરી રંગની સાડીમાં ગુજરાતી પાલવ સાથે  ખુબસુરત રાખી રહી છે. તેના લૂકમાં માંગટીકો, કુમકુમ અને ગજરો બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. 

ઈમોશનલ થયા રાધિકાના પિતા
લાલ અને સોનેરી રંગના પોશાકમાં અનંત અંબાણી પણ જામી રહ્યો છે. હાથમાં પૂજાની થાળી પકડીને રાધિકાની માતા શૈલા મર્ચન્ટે અનંત અંબાણીનું સ્વાગત કર્યું. વીડિયોમાં રાધિકા તેના પિતા વીરેન મર્ચન્ટને ગળે લગાવે છે અને તે પળમાં પોતાની પુત્રીની વિદાય અંગે વિચારીને ભાવુક થતા જોવા મળે છે. 

મુકેશ અંબાણીને પણ ગળે મળી
વીડિયોમાં જોઈ શકાય છે કે રાધિકા મર્ચન્ટ ફૂલોની એક માળા અનંત અંબાણીને ગળામાં પહેરાવે છે. ત્યારબાદ અનંત તેને ભેટી પડે છે. એક બીજાને હગ કરતા કપલ ખુબ વ્હાલા લાગી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાધિકા તેના ભાવિ સસરા એટલે કે મુકેશ અંબાણીને પણ  ગળે લગાવે છે. રાધિકા ભાવિ સાસુ એટલે કે નીતા અંબાણીના પગે પડે છે અને સાસુમા પોતાની વ્હાલી વહુની બલાઓ ઉતારે છે. 

અત્રે જણાવવાનું કે અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે ગ્રહ શાંતિ પૂજાનું આયોજન 9 જુલાઈએ કર્યું હતું. આજે એટલે કે 12 જુલાઈના રોજ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર મુંબઈમાં રાધિકા અને અનંતના લગ્ન છે. ત્યારબાદ 13 જુલાઈએ આશીર્વાદ સેરેમની થશે અને 14 જુલાઈના રોજ ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન થશે. 

જુઓ Video

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More