Home> Entertainment
Advertisement
Prev
Next

એન્ટીલિયામાં થયું ભાગવતનું ભવ્ય સ્વાગત, પરંતું બધાની વચ્ચે અનંત અંબાણી કોના પગે લાગ્યા!

Anant-Radhika Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તૈયારીઓની વચ્ચે અનંત અંબાણીનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ઝૂકીને એક શખ્સના પગે પડી રહ્યા છે 

એન્ટીલિયામાં થયું ભાગવતનું ભવ્ય સ્વાગત, પરંતું બધાની વચ્ચે અનંત અંબાણી કોના પગે લાગ્યા!

Anant-Radhika Wedding : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે માત્ર 15 દિવસ બાકી રહી ગયા છે, જલ્દી જ બંને લગ્નના બંધનમાં બંધાઈ જશે. આખો અંબાણી પરિવાર લગ્નની તૈયારીઓમાં ડૂબેલો છે. હાલ પરિવારમાં જશ્નનો માહોલ છે. નીતા અંબાણીથી લઈને મુકેશ અંબાણી સુધીના તમામ લોકો લાડલા દીકરાના લગ્ન માટે ખાસ તૈયારીઓ કરી રહ્યાં છે. હાલ અનંત અંબાણીના લગ્નનું વેડિંગ કાર્ડ પણ વાયરલ થયું છે. વીવીઆઈપીગેસ્ટને ખુદ પર્સનલ આમંત્રણ આપવા માટે અંબાણી પરિવારના સદસ્યો જાતે જઈ રહ્યાં છે. આ સૌની વચ્ચે આજે મોહન ભાગવત એન્ટીલિયા પહોંચ્યા હતા. 

fallbacks

એન્ટીલિયામાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું ગ્રાન્ડ વેલકમ કરાયું હતું. મોહન ભાગવતની આગેવાનીમાં અનંત અંબાણી અને મુકેશ અંબાણી બંને જોવા મળ્યા હતા. અનેક લોકો ત્યાં હાજર હતા. મુકેશ અંબાણીએ વિનમ્રતાથી મોહન ભાગવત અને અન્ય મહેમાનોનું સ્વાગત કર્યું છે. 

અનંત અંબાણીનો વીડિયો
આ ગ્રાન્ડ એન્ટ્રીનો એક વીડિયો સામે આવ્યો છે. જે હાલ વાયરલ થયો છે. આ વીડિયોમા અનંત અંબાણીની ઘરની બહર આવે છે અને ત્યાં હાજર લોકોના આર્શીવાદ લે છે. આ દરમિયાન તેઓ પરિવારના મુખ્ય પૂજારીના પગના સ્પર્શ કરીન આર્શીવાદ લે છે. અનંત અંબાણીએ ઓરેન્જ કલરનો કુર્તો પહેર્યો છે. હાથ જોડીને આર્શીવાદ લીધા બાદ તેઓ મુખ્ય પૂજારી પાસે જાય છે અને તેમને ઝૂકીને પ્રણામ કરે છે. આ વીડિયો બાદ લોકો અનંત અંબાણીના વખાણ કરી રહ્યાં છે. તેઓ કહે છે કે, અનંત અંબાણીની આ અદાએ સૌના દિલ જીતી લીધા. તેઓ ઉમદા દિલના છે. તેઓ ક્યારેય પોતાનાથી મોટાનું સન્માન કરવાનું ચૂકતા નથી. તેઓએ તમામ લોકોનું દિલથી સ્વાગત કર્યું હતું. 

અંબાલાલ પટેલે તારીખ આપીને કરી આગાહી : આ દિવસોએ ગુજરાતમાં વરસાદનું તાંડવ જોવા મળશે

અહીં જુઓ વીડિયો
 

 

અંબાણી પરિવારમાં લગ્નની તૈયારીઓ પૂરજોશમાં
આ વીડિયોમાં અનંત અંબાણી અને મુકેશ અંબાણીના ચહેરા પર સ્મિત અને ચમક જોઈ શકાય છે. આ દર્શાવે છે કે અંબાણી પરિવાર અનંત અંબાણીના લગ્નને લઈને કેટલો ઉત્સાહિત છે.અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન 12 જુલાઈના રોજ થશે. આ લગ્નના કાર્યક્રમો ત્રણ દિવસ સુધી ચાલશે. જુદા જુદા દિવસે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય તાજેતરમાં જ અનંત અંબાણીના લગ્નનું આમંત્રણ કાર્ડ પણ સામે આવ્યું છે, જેમાં ભગવાનની મૂર્તિ જોઈ શકાય છે. અનંતના લગ્નનું કાર્ડ પણ એકદમ અનોખું છે.

જાપાન જેવી સુનામી ફરી આવશે! પેરુમાં શક્તિશાળી ભૂકંપ આવતા જ હચમચી ગયા આગાહીકારો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More