Home> Entertainment
Advertisement
Prev
Next

Watch Video: વળી પાછા જામનગર કેમ પહોંચી ગયા શાહરૂખ ખાન-સલમાન ખાન સહિત આ હસ્તીઓ? ખાસ જાણો કારણ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું જામનગર ખાતે પ્રી વેડિંગ સેલિબ્રેશન જાણે હજુ પૂરું થયું લાગતું નથી. સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ, અરિજીત સિંહ, જ્હાન્વી કપૂર, ઓરી, રણવીર સિંહ સહિત કેટલાક સેલેબ્સ એક દિવસ બાદ ફરીથી જામનગર પહોંચ્યા છે.

Watch Video: વળી પાછા જામનગર કેમ પહોંચી ગયા શાહરૂખ ખાન-સલમાન ખાન સહિત આ હસ્તીઓ? ખાસ જાણો કારણ

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું જામનગર ખાતે પ્રી વેડિંગ સેલિબ્રેશન જાણે હજુ પૂરું થયું લાગતું નથી. સલમાન ખાન, શાહરૂખ ખાન, રણવીર સિંહ, અરિજીત સિંહ, જ્હાન્વી કપૂર, ઓરી, રણવીર સિંહ સહિત કેટલાક સેલેબ્સ એક દિવસ બાદ ફરીથી જામનગર પહોંચ્યા છે. વાત જાણે એમ છે કે આ તમામ સેલેબ્રિટીઝ અનંત અને રાધિકાના એક્સ્ટેન્ડેડ પ્રી વેડિંગ સેલિબ્રેશન માટે જામનગર પહોંચ્યા છે. આ ઈવેન્ટમાં જેમણે આ ઈવેન્ટને પૂરી ઓર્ગેનાઈઝ કરી તેમના પરિજનો અને ટીમ્સને બોલાવવામાં આવ્યા છે. 

fallbacks

રિલાયન્સ ટીમના અનેક ડિવિઝન્સના લોકોને આમંત્રણ અપાયું છે જેમણે ઈવેન્ટના બેકએન્ડ પર કામ કર્યું છે. આ ઉપરાંત જામનગરના કેટલાક કર્મચારીઓને પણ બોલાવવામાં આવ્યા છે જે રિલાયન્સ સાથે જોડાયેલા છે. પ્રી વેડિંગ માટે જે ડેકોરેશન અને સજાવટ કરાઈ હતી તે બધુ હજુ પણ એમ જ છે. કશું હટાવાયું નથી. પ્રી વેડિંગ સેરેમનીમાં જે સેલેબ્સે પરફોર્મન્સ આપ્યું હતું તેઓ હવે ફરીથી આપવાના છે. 

રિલાયન્સના કર્મચારીઓ અને સ્થાનિકો માટે એક્ટર્સ પરફોર્મ કરવાના છે. અરિજીત પોતાના ગીતોથી મોજ કરાવશે. તમામ સેલેબ્સ એક દિવસ માટે જામનગર આવવા માટે તૈયાર થયા હતા. પરફોર્મ કરીને તેઓ પાછા ફરી જશે. વંતારા એનિમલ હોસ્પિટલમાં જે લોકો કામ કરી રહ્યા છે તેમને પણ બોલીવુડ શો માટે બોલાવવામાં આવ્યા છે. સ્પેશિયલ ફૂડ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. તેમાં એ જ વેરાઈટી અને વિકલ્પ રાખવામાં આવ્યા છે જે પ્રી વેડિંગ સેલિબ્રેશન દરમિયાન રાખવામાં આવ્યા હતા. 

અત્રે જણાવવાનું કે આ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં મુકેશ અંબાણીએ સ્પીચ આપી હતી. જામનગરના તમામ લોકોનું અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સ્વાગત કર્યું હતું. નોંધનીય છે કે અનંત અને રાધિકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં કુલ ખર્ચ એક હજાર કરોડની આજુબાજુ આવ્યો છે. આ સાથે જ નીતા અંબાણી અને મુકેશ અંબાણી પોતાના લાડકા પુત્રના આ પ્રસંગમાં ખુબ ખુશ પણ જોવા મળ્યા. આ પ્રી વેડિંગ સેલિબ્રેશન જામનગર ખાતે 1 માર્ચથી 3 માર્ચ સુધી યોજાયું હતું. લગ્ન જુલાઈમાં રાખવમાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More