Home> Entertainment
Advertisement
Prev
Next

VIDEO: ભત્રીજા અનંતની જાનમાં ખુબ નાચ્યા કાકા અનિલ અંબાણી, ટીના અંબાણી સાથે લગાવ્યા ઠુમકા

Anil Ambani Tina Ambani Dance: અનંત અંબાણીની જાનના અનેક વીડિયો અને ફોટો સામે આવ્યા છે. જ્યાં સેલેબ્સથી લઈને પરિવારજનો ખુબ મજા માણી રહ્યાં છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં અનિલ અંબાણી અને ટીના અંબાણી ડાન્સ કરી રહ્યાં છે. 

VIDEO: ભત્રીજા અનંતની જાનમાં ખુબ નાચ્યા કાકા અનિલ અંબાણી, ટીના અંબાણી સાથે લગાવ્યા ઠુમકા

મુંબઈઃ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં ધામધૂમથી થયા છે. આ લગ્નમાં અનિલ અંબાણી અને ટીના અંબાણીનો ડાન્સ વીડિયો જોવા મળ્યો છે. અનંત અંબાણીની જાનમાં તે રણવીર સિંહ અને બોલીવુડ એક્ટર અનિલ કપૂરની સાથે નાચતા જોવા મળી રહ્યાં છે. 

fallbacks

અનંત અંબાણી-રાધિકા મર્ચંટના લગ્ન ખુબ ચર્ચામાં છે. માત્ર દેશમાં જ નહીં વિશ્વમાં પણ તેની ધૂમ મચેલી છે. આ લગ્નમાં ભારત સહિત વિશ્વની અનેક હસ્તિઓ સામેલ થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીએ લાડલાના લગ્નમાં આશખે અઢી અબજથી વધુનો ખર્ચ કર્યો છે. 

અનિલ અંબાણી અને ટીના અંબાણીનો ડાન્સ વીડિયો
મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ આ લગ્નમાં ખુબ ઉત્સાહમાં જોવા મળ્યા છે. તે પત્ની ટીના અંબાણી સાથે જાનમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઢોલના તાલ પર ડાન્સ કર્યો છે. આ દરમિયાન અનિલ અંબાણી અને રણવીર સિંહ જોવા મળી રહ્યાં છે. બંને સાથે જોરદાર ડાન્સ કરી રહ્યાં છે.

અનિલ આંબાણીની પત્ની ટીના અંબાણી
મહત્વનું છે કે અનિલ અંબાણી અને ટીના અંબાણી અનંત-રાધિકાના લગ્નના દરેક ફંક્શનમાં પહોંચ્યા છે. સંગીતથી લઈને હલ્દી અને શિવ શક્તિ પૂજામાં તેમણે પરિવારની જવાબદારી નિભાવી છે. ટીના અંબાણીનો લુક પણ શાનદાર લાગી રહ્યો છે.

રાજનેતાઓ પણ જોવા મળ્યા
મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં અનંત-રાધિકાના લગ્ન આજે થયા છે. મુકેશ અંબાણીના પરિવારના લગ્ન માટે બોલીવુડ સેલેબ્સ સિવાય વિદેશી હસ્તિઓ અને રાજકીય જગતના સેલેબ્સ પણ જોવા મળ્યા છે. અખિલેશ યાદવ, મમતા બેનર્જીથી લઈને લાલૂ પ્રસાદ યાદવ પણ આ લગ્નમાં પહોંચ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More