Home> Entertainment
Advertisement
Prev
Next

આટલા વર્ષો બાદ માધુરી દીક્ષિત સાથે કામ કરીને ભાવુક છું: અનિલ કપૂર

19 વર્ષ બાદ અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી ફરી એકવાર સ્ક્રીન પર જાદૂ ચલાવશે. 

આટલા વર્ષો બાદ માધુરી દીક્ષિત સાથે કામ કરીને ભાવુક છું: અનિલ કપૂર

મુંબઈઃ ઇંદ્ર કુમારની અપકમિંગ ફિલ્મ ટોટલ ધમાલના ટ્રેલર લોન્ચ પર ફિલ્મના સ્ટારકાસ્ટ પણ ધમાલ કરતા જોવા મળ્યા હતી. મલ્ટી સ્ટારર ફિલ્મમાં અજય દેવગન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, રિતેશ દેશમુખ, અરશદ વારસી, જાવેદ જાફરી, એશ ગુપ્તા, જોની લિવર, બોમન ઈરાની અને સંજય મિશ્રા જોવા મળશે. 

fallbacks

19 વર્ષ બાદ અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની જોડી એકવાર ફરી સ્ક્રીન પર જાદૂ ચલાવશે. અનિલ કપૂરે કહ્યું કે, આટલા સમય બાદ મેં માધુરી અને ઇંદ્ર કુમાર સાથે આવી રહ્યાં છીએ, આટલુ સારૂ એસોસિએશન રહ્યું. પ્રોફેશનલી સારૂ રહ્યું છે, ઈમોશનલી પણ ઘણું સારૂ રહ્યું છે. 

તો માધુરી દીક્ષિત પણ અનિલ કપૂરની સાથે આટલા સમય બાદ કામ કરીને ઘણી ખુશ છે. માધુરીએ અનિલ કપૂરની પ્રશંસા કરતા કહ્યું કે, અનિલમાં ક્યારેય ફેરફાર ન કરી શકે, તે ત્યારથી લઈને આજ સુધી એક જેવો જ છે. આ ફિલ્મમાં કામ કરીને ખૂબ મજા આપી. આખી ફિલ્મ આટલી પોઝિટિવિટી અને ખુશીથી શૂટ કરવામાં આવી છે. 

મહત્વનું છે કે, અનિલ કપૂરે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમના વિશે વાત કરતા અનિલે કહ્યું કે, પીએમને મળીને ઘણું સારૂ લાગ્યું. હું ઘણા વર્ષોથી તેમને મળવા ઈચ્છતો હતો, જ્યારે તેઓ મુખ્યપ્રધાન હતા. પરંતુ ન મળી શક્યો, કોઈક બેઠક ભાગ્યથી થાય છે. હું પીએમને મળીને ખૂબ ખુશ છું. મેં ક્યારેય કોઈને આટલું હાર્ડવર્ક કરતા જોયા નથી. ટોટલ ધમાલ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે અને તેને ઇંદ્ર કુમારે ડાયરેક્ટ કરી છે. 

સની લિયોનાના ઇંસ્ટાગ્રામ પર થયા 18M ફોલોઅર્સ, પતિ સાથે ડાન્સ કરી કર્યું સેલિબ્રેશન

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More